‘ખૂબ જ દુઃખની વાત…’ બોટાદ લઠ્ઠાકાંડને લઈ દિલ્હીના સીએમ કેજરીવાલનું નિવેદન આવ્યું સામે

બોટાદ ઝેરી દારૂ કાંડમાં રોજીદ ગામના(Rojid Village) અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે.ગામમાં 8થી 10 લોકો મોતને ભેટ્યા છે.ગામમાં આજે સવારે એકસાથે 5 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.ગામમાં ચારેતરફ આંક્રદનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારજનોની આંખમાં આંસુ સૂકાતા નથી. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે,કોઈ મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે.આખુ ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.13 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે 10 લોકોની અટકાયત કરાઈ છે.હાલ કેમિકલ સપ્લાય કરનાર અને ડિસ્ટ્રીબ્યુટ કરનારની ઓળખ થઈ ગઈ છે.તો કેમિકલનો FSL રિપોર્ટ પણ આવી ગયો છે.મહત્વનું છે કે લઠ્ઠાકાંડની બોટાદ પોલીસ તપાસ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી
ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.’

Scroll to Top