AAP એ ગુજરાત માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયાએ આપી પ્રતિક્રિયા

Gopal Italia

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે. ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ હવે સમજી ગયા છે કે જો ગુજરાત નું ભલું કરવું હોય, ગુજરાત ની જનતા માટે કાર્ય કરવું હોય, તેમના દ્વારા અત્યાર સુધી કરેલી મહેનત નું ફળ લોકો ને આપવું હોય તો ગુજરાતમાં ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જેની સાથે જોડાઈ ને તે જનકલ્યાણના કાર્યોમાં યોગદાન આપી શકાય છે.

ગોપાલ ઇટાલિયાએ સહર્ષતા સાથે આગળ જણાવ્યું કે, ભાજપ સરકાર માં 7 વર્ષ સુધી કાર્યકર્તા રૂપે સક્રિય રહેલા પ્રતાપસિંહ સીસોદીયા જે હાલમાં રાજનીતિક દલ જનસેવા ડ્રાઈવર પાર્ટીમાંથી બાપુનગર વિધાનસભા ના પ્રભારી પદ પર છે. તે હવે જનકલ્યાણના કાર્યોમાં વધુ યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.

ગોપાલ ઈટાલિયા એ પ્રતાપસિંહ સીસોદીયા ને ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. પ્રતાપસિંહ સીસોદીયા નું કહેવું છે કે, તે અરવિંદ કેજરીવાલ ના જનહિત માટે કરેલા કર્યો થી ઘણા પ્રભાવિત થયા છે, આજ સુધી આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જેટલા પણ વાયદા કર્યા છે તે પુરા કર્યા છે અને પંજાબમાં પણ સરકાર બનતા જ પરિવર્તન માટે ક્રાંતિકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. અને હવે ગુજરાતનો વારો છે. ગુજરાતની જનતા પણ હવે જુમલા બાજ સરકાર થી ત્રાસી ગઈ છે. સુશાસન સ્થાપિત કરવા ગુજરાતની જનતા પણ હવે કટિબદ્ધ છે. એટલે હું આનંદ અનુભવું છું કે હું એ પાર્ટી સાથે જોડાયો છું જે લોકોનું કામ કરવા કટિબદ્ધ છે અને અહીંયા સૌ કોઈ કાર્યકર્તાની જેમ લોકો માટે કામ કરે છે. હું મારી સંપૂર્ણ કોશિશ કરીશ કે ગુજરાત માં જનહિત માટે મારો રાજકીય અનુભવ આમ આદમી પાર્ટી ના કામ માં આવે. હવે ગુજરાતમાં જે સરકાર બનશે એ આમ આદમી પાર્ટી ની જ સરકાર બનશે.

આમ આદમી પાર્ટીના દરવાજા હંમેશા ભણેલા ગણેલા ને ઈમાનદાર લોકો માટે ખુલ્લા જ છે. લોકકલ્યાણ માટે કાર્ય કરવા વાળા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટી હંમેશા આવકારે છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી તેનું પ્રમાણ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા ગુજરાત ના લોકો જ છે.

Scroll to Top