લ્યો બોલો આવ્યું આત્મહત્યાનું મશીન: આ મશીનથી દર્દ વગર એક મિનિટમાં મળશે મોત ….

વિશ્વમાં હંમેશા આત્મહત્યા વિશે ઘણી ચર્ચા થાય છે. આ દરમિયાન યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડે સુસાઇડ એઇડ મશીનને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. આ મશીન માત્ર મિનિટોમાં આત્મહત્યાની પ્રક્રિયા પૂર્ણ કરે છે. આના કારણે વ્યક્તિ કાયમ માટે પીડા વિના સૂઈ શકે છે. આ મશીનની ચર્ચા આખી દુનિયામાં શરૂ થઈ ગઈ છે.

આ મશીન શબપેટીના આકારમાં બનાવવામાં આવ્યું છે. આ મશીન ધીમે ધીમે ઓક્સિજનનું સ્તર ઘટાડીને હાઈપોક્સિયા અને હાઈપોકેપનિયા દ્વારા મૃત્યુ સુધી લઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર 30 સેકન્ડમાં નાઈટ્રોજનનું પ્રમાણ અનેકગણું વધી જાય છે, જેના કારણે ઓક્સિજનનું સ્તર 21 ટકાથી વધીને 1 થઈ જાય છે અને થોડી જ સેકન્ડોમાં માણસનું મૃત્યુ થઈ જાય છે.

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જેઓ બીમારીને કારણે બોલી શકતા નથી કે હલનચલન પણ કરી શકતા નથી. યુઝરે આ મશીનને તેની પસંદગીની જગ્યાએ લઈ જવાનું રહેશે. મશીનની ડિગ્રેડેબલ કેપ્સ્યુલને પછી અલગ કરવામાં આવે છે જેથી તેનો ઉપયોગ શબપેટી તરીકે થઈ શકે.

આ મશીન બનાવવાનો વિચાર એક્ઝિટ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર અને ડોક્ટર ફિલિપ નિત્શેકે આપ્યો છે, જેને ‘ડૉક્ટર ડેથ’ કહેવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં આત્મહત્યાને કાયદેસર ગણવામાં આવે છે અને ગયા વર્ષે 1300 લોકોએ આત્મહત્યા કરવા માટે સરકારી સેવાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ મશીન પર પણ સવાલો ઉભા થવા લાગ્યા છે. લોકો ડોક્ટર ડેથની પણ ટીકા કરી રહ્યા છે. તેઓ કહે છે કે તે ગેસ ચેમ્બર જેવું છે. કેટલાક અન્ય લોકો એવું પણ કહે છે કે આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે.

Scroll to Top