આવો પ્રભાવશાળી હતો અરુણ જેટલીનો પરિવાર, પિતાની જેમ પુત્ર અને પુત્રી પણ હતા વકીલ.

પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક હતી.દિલ્હી AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટલીની હાલત ખુબ જ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ટોચના મંત્રીઓ અને નેતાઓ જેટલીના સ્વાસ્થ્ય હાલચાલ જાણવા અનેકવાર AIIMS જઈ ચુક્યા છે.

વર્તમાનમાં ભલે જેટલી સક્રિય રાજનીતિમાં ના હોય, પણ તેમની ગણતરી મોદી સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓમાં થાય છે.

ભારતીય જનતા પાર્ટીનાસભ્ય, જેટલીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કામ કર્યું હતું.પણ 66 માં વર્ષે એમનું નિધન થયું છે.

અને આખા ભારત માં શોક નો માહોલ છે.પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અરુણ જેટલી લાંબા સમયથી બીમાર હતા.

આજે બપોરે 12.07 વાગ્યે તેમનું નિધન થયું. અરુણ જેટલી એક દિગ્ગજ નેતા અને કુશળ રણનીતિકાર રૂપે હંમેશા યાદ કરવામાં આવશે.પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ ભારતીય રાજનીતિમાં ઘણી જવાબદારીઓ નિભાવી હતી.

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. એમના પિતાનું નામ મહારાજ કિશન જેટલી હતું.

જે એક વકીલ હતા. અને માતાનું નામ રતન પ્રભા જેટલી હતું.અરુણ જેટલીનું સ્કુલનું શિક્ષણ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં થયું હતું.

ત્યારબાદ દિલ્હી યૂનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને દિલ્હી યૂનિવર્સિટીમાંથી લૉમાં ડિગ્રી મેળવી હતી.અરુણ જેટલીની પત્નીનું નામ સંગીતા છે. એમના લગ્ન વર્ષ 1982માં થયા.

બંનેના બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ રોહન છે અને પુત્રીનું નામ સોનાલી.અરુણ જેટલીની પુત્રી અને પુત્ર બંને પોતાના પિતાની જેમ વકીલ છે.

આ એમની ત્રીજી પેઢી છે જેમણે વકાલતમાં જ કરિયર બનાવ્યું છે.પુત્રીના લગ્ન બન્યા હતા ચર્ચાનું કેન્દ્ર અરુણ જેટલીની પુત્રી સોનાલી 2015માં પોતાના લગ્નને લઇને ચર્ચામાં આવી હતી.

એમના લગ્ન બિઝનેસમેન અને લૉયર જયેશ બખ્શી સાથે થયા હતા. લગ્નમાં શાહરુખ ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા જાણીતા સ્ટાર સામેલ થયા હતા.અરુણ જેટલી ની પુત્રી અને પુત્ર બંને પોતાના પિતા ની જેમ વકીલ છે.

શરૂઆતનો અભ્યાસ એમણે દિલ્હીની પબ્લિક સ્કૂલ આરકે પુરમથી કરી છે.જે બાદ અમિટી લૉ સ્કૂલથી લૉમાં ગ્રેજ્યુએશનમાં ડિગ્રી લીધી.

ન્યૂયોર્કની કાર્નેલ યૂનિવર્સિટીથી લૉમાં માસ્ટરની ડિગ્રી લીધી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે વર્ષ 2014માં ભારત પાછા ફર્યા.એ બાદ એમણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મેમ્બરશિપ લીધી.વર્ષ 2014માં એમણે વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

 

જેટલી એ અગાઉ વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ અફેર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદો અને ન્યાયના કેબિનેટ સંભાળ્યા હતાં.

૨૦૦૯ થી ૨૦૧૪ સુધી તેમણે રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી.તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા.

તેમણે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સની (જીએસટી) રજૂઆતની દેખરેખ કરી જેણે દેશને એક જીએસટી શાસન હેઠળ લાવ્યો.

તેમના અન્ય યોગદાનમાં ડિમોનેટાઇઝેશન (નોટબંધી), રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જોડવું અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ ની ગણના થાય છે.

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અરૂણ જેટલીએ ૨૦૧૯ માં મોદી કેબિનેટમાં જોડાવાનો નિર્ણય કર્યો ન હતો. આ સમય દરમિયાન ભારતે ઘણા દિગ્ગજ નેતાઓ ને ગુમાવ્યા છે.

અને આવા  દિગ્ગજ નેતાઓ ને ગુમાવ થી ભારત નું અર્થતંત્ર ઘણું ખરાબ થઈ ગયું છે.

અને કાલે ભારત ના પૂર્વ નાણામંત્રી ના નિધન થી ભારત માં શોક નો માહોલ સર્જાયો છે.આને એક યુગ નો અહીં અંત થઈ ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top