વડોદરામાં આયુર્વેદિક સિરપને લઈને કરવામાં આવી રહેલા મોટા છડ્યંત્રનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા પાસેના સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપ બનાવવાની આડમાં દારૂના વેચાણનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. વડોદરા શહેર પીસીબી દ્વારા ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
આ મામલામાં જાણવા મળ્યું છે કે, આ કંપની કંકાસાવ નામની આયુર્વેદીક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની જાણકારી પોલીસ તપાસમાં સામે આવી છે. પોલીસ દ્વારા ફેકટરીમાંથી 30 લાખનો દારુ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ સિવાયનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, નીતિન કોટવાણી આ અગાઉ નકલી સેનિટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો. જ્યારે હવે તે સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૂ બનાવીને તેનું વેચાણ કરે છે તેવી જાણકારી પીસીબીને મળી હતી. આ જાણકારી મુજબ બુધવારના રોજ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં પીસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવતા, આ પ્લોટમાં વિવિધ મશીનરી હતી તેમજ પ્લાસ્ટિકની બોટલો વિવિધ સાઇઝની મળી આવી હતી. આ બોટલોમાં પ્રવાહી ભરવામાં આવેલ હતું. પોલીસ દ્વારા ફેક્ટરીમાં પ્રોડક્શન થતા પ્રવાહીના સેમ્પલ મેળવી એફએસએલનો પ્રાથમિક અભિપ્રાય મેળવતા તે આયુર્વેદિક સિરપ નહી પરંતુ દારુ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવતા તેમણે કંપનીના માલિક નીતિન કોટવાણી તેમજ ભગત બિશ્નોઇ નામના વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું.
આ કેસ મામલે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આયુર્વેદિક સિરપની બોટલ પર કાનકસવ અને શ્વાસનું લેબલ લગાવ્યા બાદ તેમાં દારુ ભરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવતો હતો. નશેબાજોમાં આ સિરપ ખૂબ ડિમાન્ડમાં હતી, કાનકસવ ગટગટાવી નશો કરતા હોવાની વિગતો સામે આવી હતી.