News

અંબાલાલ પટેલની મોટી આગાહી,ગુજરાતનાંઆ વિસ્તારોમાં જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ જાણો વિગતે…….

ગુજરાત માં વરસાદ ને લઈને વધુ એક આગાહી આવી છે અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે આ મુજબ આગામી 5 થી 6 દિવસ ગુજરાતના વિવધ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ વખતે ગુજરાત માં સારો એવો વરસાદ જોવા મળ્યો છે.સમગ્ર ગુજરાતમાં વરસાદ ની સ્થિતિ જોઈએતો લગભગ દરેક જગ્યાએ સારા માં સારો વરસાદ શરૂઆત થીજ દેખાઈ ગયો છે.

આ વર્ષે જુન માસમાં જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલા વરસાદ અને આગોતરી વાવણીનાં કારણે આ વર્ષે ધનનાં ઢગલા ખડકાય તેવા સુખદ સંજોગો હાલ વર્તાય રહ્યા છે ત્યારે રાજયમાં શુક્રવારે પણ અવિરત મેઘમહેર જારી રહેવા પામી હતી. ગઈકાલે રાજયનાં ૨૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી જતા જગતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

આગામી બે દિવસ હજી રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા.બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે.જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે.મેઘાવી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ગોરંભાયો છે. વાછળ છાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ડાંગના સુબીરમાં 26એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે આહવામાં સાત અને કપરાડામાં સાત એમએમ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ ખેતીના પાક પર હળવો વરસાદ પડતાં ધરતીપુત્રો માટે કાચુ સોનું વરસ્યું હોય તેવી લાગણી અનુભવવામાં આવી હતી.

સુરત શહેરમાં સાત એમએમ વરસાદથી ગરમી અને બફારાના માહોલમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સોનગઢમાં અઢી અને નિઝરમાં બે ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના સોનગઢમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે તાપીના જ નિઝરમાં 2 ઈંચ, દોલવણમાં 20 મિમિ, કુંકરમુંડામાં 15 મિમિ, વ્યારામાં 4 મિમિ, ઉચ્છલ અને વાલોદમાં 3 મિમિ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં એક ઈંચ, નર્મદાના સાગબારામાં 20 મિમિ, અમરેલીના લાઠીમાં 18 મિમિ, નર્મદાના ડેડિયાપાડામાં 16 મિમિ તેમજ સુરત શહેર, વલસાડના કપરાડા અને ડાંગના આહવામાં 7 મિમિ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી ભરૂચના હાંસોટમાં 19 મિમિ અને અંકલેશ્વરમાં 2 મિમિ તેમજ તાપીના કુકરમુંડામાં 2 મિમિ નોંધાયો છે.ત્યારે હવે અન્ય વિસ્તારોમાં પણ ખુબજ સારો એવો વરસાદ જોવા મળશે.ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો 20 જિલ્લાના 57 તાલુકામાં વરસાદની ધમાંકેદાર એન્ટ્રી જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં અમરેલી જીલ્લાનાં વડિયા ગામમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે.

જયારે વડિયા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ,જુનાગઢ તાલુકા અને શહેરમાં 1.5 ઇંચ અને સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારનાં રાજુલા તાલુકામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે.જયારે બીજા કેટલાક તાલુકાઓમાં ૧ઇંચ કે તેનાથી ઓછો વરસાદ જોવા મળ્યો છે.

ગુજરાતમાં વરસાદને લઈને કરેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાત,ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હજુ જુન માસ પણ પૂરો થયો નથી ત્યાં મેઘરાજાએ રાજ્યમાં મોસમનો કુલ ૧૪.૨૪ ટકા જેગલો વરસાદ વરસાવી દીધો છે. કચ્છમાં ૨૫.૧૭ ટકા વરસાદ પડયો છે તો ઉત્તર ગુજરાતમાં ૧૦.૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૪ ટકા વરસાદ પડયો છે તો સૌરાષ્ટ્રમાં ૨૨.૦૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેતુ હોય છે.આ વર્ષે જાણે ઉંધી પેટર્ન ચાલી રહી હોય તેમ આજ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં માત્ર ૮.૩૪ ટકા જેટલો વરસાદ પડયો છે.હવે સમગ્ર ભારતમાં વરસાદ જોવા મળી જ ગયો છે ગુજરાત માં વહેલો વરસાદ આવતાં હવે ખેડૂતો ખુશ છે.ત્યારે હવે વધુમાં વધુ વરસાદ હજી જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker