એક સમયના દિગ્ગજ ઉદ્યોગપતિ ગણાતા અનિલ અંબાણી અને તેમની માલિકીની કંપનીઓ હાલ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જે ભારતના સૌથી મોટા ધનવાન વ્યક્તિના નાના ભાઇ અને નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહેલા અનિલ અંબાણી એ પોતાનું દેવુ ઓછુ કરવા માટે મદદ મળશે.
ત્યારે ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ આ અંગે કહ્યું છે કે, રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ (RCF) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHF)ની સમાધાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થવાથી રિલાયન્સ કેપિટલને પોતાના કુલ દેવું 50 ટકા એટલે કે 20,000 કરોડ રૂપિયા ઘટાડવામાં મદદદ મળશે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટર તરીકે ઓળખાય છે. ત્યારે આ લોન આપનારાઓએ આ વર્ષની શરૂઆતમાં RCF અને RHF નું અધિગ્રહણ કરવા માટે ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ઓથમ) ની સફળ બિડર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
જો કે અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો વિરુદ્ધના 4 વર્ષ જુના એક કેસમાં જીત મેળવી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દિલ્હી મેટ્રોપાસેથી કુલ 4 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે. કંપનીએ દિલ્હી મેટ્રો પર કરાર તોડવાનો આરોપ લગાવીને તેની પાસેથી 2 હજાર 800 કરોડ રૂપિયાની ટર્મિનેશન ફી માગી હતી. સુપ્રીમ કોર્ટ આજે કંપનીના દાવાને યોગ્ય ગણાવ્યો અને ડીએમઆરસીને વ્યાજ તથા દંડ સાથે આ રકમને પરત કરવાનો આદેશ આપ્યો હતો. આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલ બાદ દિલ્હી હાઈકોર્ટે ડીએમઆરસી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, હવે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે અનિલ અંબાણીની જીત થઈ છે.
આ સાથે રિલાયન્સ કેપિટલની રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ (RCF) માં 100 ટકા ભાગીદારી છે, જ્યારે રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં તે મેજર ભાગીદાર છે. અંબાણીએ કહ્યું છે કે, રિલાયન્સ કેપિટલ ઉપર કુલ 40,000 કરોડ રૂપિયાનું દેવું છે. જે બે નાણાકીય સંસ્થાઓ RCF અને RHF ના સમાધાનની પ્રક્રિયા પૂરી થવાથી રિલાયન્સ કેપિટલના દેવામાં ઘણો મોટો ઘટાડો થશે.
આ અંગે તેમણે રિલાયન્સ કેપિટલની એક વાર્ષિક સામાન્ય મીટિંગમાં કહી હતી કે, ‘આ બે કંપનીઓ (RCF અને RHF) નું 20,000 કરોડથી વધુનું દેવું હતું અને હવે તે રિલાયન્સ કેપિટલના ખાતામાંથી હટી જશે. એટલે કે, RCF અને RHF ના માત્ર બે સોદાથી આપણા દેવામાં 50 ટકા એટલે કે, 20,000 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો થશે.’ તે પછી રિલાયન્સ કેપિટલ પર નોન-કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા લગભગ 15,000 કરોડ રૂપિયાનું દેવું છે. તે ઉપરાંત લગભગ 5,000 કરોડ રૂપિયાનું અસુરક્ષિત અને ગેરંટીવાળું દેવું છે.
રિલાયન્સ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડે કહ્યું કે, કંપનીને લેણદારોને નાણાં પરત કરવા માટે આ રકમની ઘણી જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 5 ટકાનો વધારો થયો હતો. અનિલ અંબાણી માટે આ ઘણુ મહત્વ ધરાવે છે. જે છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક રીતે ઘણા પરેશાન ચાલી રહ્યા છે, તેમની ટેલીકોમ ફર્મનું દેવાળુ ફુંકાઇ ગયુ છે અને કેટલીક અન્ય કંપનીઓ પણ મુશ્કેલીમાં છે. જૂથ ઉપર ઘણુ દેવુ છે, એવામાં આટલી મોટી રકમ મળવી ઘણી સારી વાત છે. કંપનીના વકીલે એક એજન્સીને કહ્યુ કે તે આ પૈસાનો ઉપયોગ દેવુ ચુકવવામાં કરશે.
અનિલ અંબાણીએ કહ્યું કે, ઓથમ RCF માટે 2,200 કરોડ રૂપિયા અને RHF માટે 2,900 કરોડ રૂપિયા આપશે. તેમણે કહ્યું કે, ‘અમે હવે સોદો પૂરો કરી લીધો છે. અમને નિયામક અને અન્ય અનુમોદનોના આધાર પર વિશ્વાસ છે કે, આ બંને કંપનીઓ મેનેજમેન્ટ અને નિયંત્રણમાં ફેરફાર અંતર્ગત આગળ વધશે.’ ઓથમે કહ્યું કે, તે RCF અને RHF ના કર્મચારીઓને જાળવી રાખશે.
આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બંને કંપનીઓ 20,000 ડિબેન્ચરધારક ધરાવે છે અને તેના કારણે રોકાણકારોને તેમની પૂરી રકમ મળશે. અંબાણીએ શેરધારકોને કહ્યું છે કે, રિલાયન્સ કેપિટલ અંતર્ગત આવતી રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ, રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ, રિલાયન્સ સિક્યોરિટીઝ હાલમાં તેમનું સારું પ્રદર્શન કરી રહી છે અને નાણાકીય ક્ષેત્ર સામે જે પડકારો છે, અને તેનાથી તે પ્રભાવિત થઈ નથી. અનિલ અંબાણીએ કહ્યું કે, આ કંપનીઓ પાસે પૂરતી મૂડી છે અને તેના માટે અલગથી રૂપિયા લગાવવાની જરૂર પડશે નહિ.
અનિલ અંબાણીની કંપનીને શું મુશ્કેલી છે
અનિલ અંબાણીની રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ કેપિટલે આને અધિકારોનો દૂરપયોગ ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ કેપિટલ સમૂહની કંપની રિલાયન્સ મીડિયાવર્ક્સ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રાઈવેટ લીમિટેડ, પીએફએલના રોકાણકારોમાંથી એક છે. નરેશ મલ્હોત્રા અને નમિત મલ્હોત્રા દ્વારા પ્રમોટર કંપની પીએફએલમાં રિલાયન્સ મીડિયાવર્ક્સની 10.57 ટકા ભાગીદારી છે.