માર્ગ અકસ્માતમાં ગર્લફ્રેન્ડનું મોત, બોયફ્રેન્ડ પર લાગ્યો દુષ્કર્મ અને હત્યાનો આરોપ

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પ્રેમી સાથે બાઇક પર જઈ રહેલી પ્રેમિકાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બીજી તરફ પ્રેમિકાના સંબંધીઓએ પ્રેમી પર દુષ્કર્મ અને હત્યાનો આરોપ લગાવ્યો છે. આ અકસ્માતમાં પ્રેમી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક પ્રેમિકાના સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

જિલ્લાના જહાનાબાદ શહેરમાં રહેતી 22 વર્ષની એક યુવતીને પડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. યુવતીના પરિવારના કહેવા મુજબ બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ છોકરાના ઘરવાળા આ સંબંધની વિરુદ્ધ હતા. શુક્રવારે સવારે પ્રેમીએ યુવતીને વાત કરવા માટે બોલાવી હતી. જે બાદ યુવતી તેના પરિવારજનોને જાણ કરીને પ્રેમી સાથે ચાલી ગઈ હતી.

માર્ગ અકસ્માતમાં થયું પ્રેમિકાનું મોત

જણાવવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે જીલ્લાના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં બાઇક એક ઝાડ સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના દરમિયાન મોટર સાયકલ ચલાવનાર પ્રેમી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પ્રેમિકાના સંબંધીઓ શનિવારે જિલ્લા હોસ્પિટલના શબઘરમાં પહોંચ્યા, જ્યાં તેમને ઘણો હોબાળો મચાવ્યો હતો.

પ્રેમિકાના સંબંધીઓએ લગાવ્યા ગંભીર આરોપ

આટલું જ નહીં પ્રેમિકાના સંબંધીઓએ પોલીસ પર આરોપ લગાવ્યો કે તેમની પુત્રી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ પોલીસ સમગ્ર મામલાને અકસ્માત બતાવીને દબાવવા માંગે છે. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ પવિત્ર મોહન ત્રિપાઠીએ સમગ્ર મામલાની માહિતી આપતા જણાવ્યું છે કે આ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થઇ ગયું હતું. જયારે પ્રેમી પણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

બોયફ્રેન્ડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો

યુવતીના પરિવારજનોએ આ મામલે જે પણ આરોપ લગાવ્યા છે તેના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે, પેનલ દ્વારા યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ વીડિયોગ્રાફી કરવામાં આવશે. જયારે, ગામના લોકોનું માનીએ તો સવારથી યુવક અને યુવતી ઘરેથી ગાયબ હતા, બંને લગ્ન કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ઘટના બની, પ્રેમી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો.

Scroll to Top