ગ્રહો મુજબ આરીતે બાંધો રક્ષસુત્ર, થશે અનેક ચમત્કારિક લાભ, ક્યારેય નહીં આવે કોઈ વિઘ્ન

આપણા દેશ માંજ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માં લોકો જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્રો માં પણ અલગ અલગ પ્રકારના શાસ્ત્રો નો સમાવેશ થયેલ છે તે મુજબ કાંડા પર કેટલાય પ્રકારના ધાગા બાંધવાની પંરપરા છે.

હંમેશા મંદિરોમાં પૂજારી ભક્તોના હાથમાં દોરો બાંધતા હોય છે. આ ધાગાને રક્ષા સૂત્રનું નામ પણ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે કાંડા પર તેને બાંધવાથી વ્યક્તિની અંદર હંમેશા સકારત્મક ઉર્જાનો સંચાર થાય છે.

બહુ ઓછા લોકોને ખબર હોય છે કે જો વ્યક્તિ પોતાના ઈષ્ટ દેવ પ્રમાણે દોરો બાંધે છે તો તેની તમામ સમસ્યા દૂર થઈ જાય છે. પંરતુ તેને બાંધવાની એક રીત હોય છે, જેનાથી પોતાની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તેના વિશે સારી રીતે જણાવામાં આવ્યું છે. જ્યોતિષમાં રક્ષાસૂત્રનું બહુ મહત્વ માનવામાં આવ્યું છે.

કોઈ પણ પૂજા પહેલા પંડિત પણ કેટલાંક વિશેષ મંત્ર ઉચ્ચારણની સાથે પૂજા કરનાર વ્યક્તિના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે. એટલા માટે જો હાથ પર દોરો બાંધેલો રહે તો તેને પૂરા વિધિ-વિધાન સાથે બાંધવો, જેથી તમને તેનો લાભ પ્રાપ્ત થાય. દરેક ભગવાન અને ગ્રહ પ્રમાણે અલગ અલગ રંગ અને ધાગાનું રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન કહેવામાં આવ્યું છે.

જાણે ક્યા ગ્રહ અને દેવતાને ક્યો રક્ષા સૂત્ર બાંધવો જોઈએ. શનિની કૃપા માટે વાદળી રંગનો સૂતરનો દોરો બાંધવો જોઈએ. બુધ માટે લીલા રંગનો સોફ્ટ દોરો બાંધવો જોઈએ. ગુરુ અને વિષ્ણુ- ગુરુના માટે હાથમાં પીળા રંગનો રેશમી દોરો બાંધવો જોઈએ. શુક્ર અને લક્ષ્મી- શુક્ર અથવા લક્ષ્મીની કૃપા માટે સફેદ રેશમી દોરો બાંધવો જોઈએ.

ચંદ્ર અને શિવની કૃપા અથવા ચંદ્રના સારા પ્રભાવ માટે સફેદ દોરો બાંધવો જોઈએ. રાહુ-કેતુ અને ભૈરવ- રાહુ-કેતુ અને ભૈરવની કૃપા માટે કાળા રંગનો દોરો બાંધવો જોઈએ. મંગળ અને હનુમાન- ભગવાન હનુમાન અથવા મંગળ ગ્રહની કૃપા માટે લાલ રંગનો દોરો હાથમાં બાંધવો જોઈએ.

કાંડા પર આ રીતે બાંધો દોરો. જે દેવતા અથવા ગ્રહના શુભફળ માટે દોરો બાંધાવાનો હોય તો તેના માટે તે વારના દિવસે મંદિરમાં જવું.તમે ઈચ્છો તો દોરો પહેલાથી ખરીદી શકો છો. મંદિરમાં પૂજા કરવી, પ્રસાદ ચઢાવો, પછી તે દોરો થોડીક વાર માટે ભગવાનની પ્રતિમાના પગમાં મૂકવો.એ રીતે રાખવો કે દોરો પ્રતિમાને અડે.

પછી મંદિરમાં પંડિત પાસેથી તે દોરો પોતાના જમણા હાથમાં બંધાવવો.તેના માટે 11 અથવા 21 રૂપિયા પંડિતને દક્ષિણા આપવી. આ રીતે દોરો બાંધવાથી બહુ લાભ થાય છે. તમારી આસપાસ હંમેશા સુરક્ષા બની રહે છે. આજ ઉપાયો થઈ તમે ગ્રહ દોષ પણ દૂર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top