અલવિદા ઈરફાન: અભિનેતા ઈરફાન ખાનનું 53 વર્ષની વયે અવસાન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું 53 વર્ષની વયે અવસાન થયું છે. ઈરફાન 2018થી કેન્સર સામે લડી રહ્યા હતા. હાલમાં જ તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અભિનેતાને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. ઈરફાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.

ફિલ્મ ડિરેક્ટર સુજીત સિરકારે ટ્વીટર પર ઈરફાનને શ્રદ્ધાંજલિ આપી છે. ઈરફાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ હતી, જે લોકડાઉન જાહેર થયું તેના થોડા દિવસો પહેલા જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક દીકરીના બાપની તેમણે ભૂમિકા ભજવી છે, જે અનેક પડકારોને ઝીલીને દીકરીને લંડન ભણવા માટે મોકલે છે.

ઈરફાને મકબૂલ અને પીકુ જેવી ફિલ્મમાં પણ લાજવાબ અભિનય કર્યો હતો. પાનસિંહ તોમર ફિલ્મમાં તેના કામ બદલ ઈરફાનને રાષ્ટ્રીય અવોર્ડ મળ્યો હતો. તેમણે લાઈફ ઓફ પાઈ, સ્લમ ડોગ મિલિયોનેર, ઈન્ફેરો, જુરાસિક પાર્ક જેવી હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જંગલબુકના હિન્દી ડબિંગમાં તેણે બલ્લુ રિંછનો અવાજ આપ્યો હતો.

પોતાના અભિનય બદલ ચાહકોનો અલગ જ વર્ગ ઉભો કરનારા ઈરફાને જાતમહેનતથી બોલિવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. તલવાર, હિન્દી મીડિયમ જેવી ફિલ્મમાં પણ તેમણે યાદગાર અભિનય કર્યો હતો. આ સિવાય પણ ઈરફાનના નામે અનેક સફળ ફિલ્મો બોલે છે.

કેન્સર સામે લાંબા સમયથી લડી રહેલા ઈમરાને લંડનમાં તેની સારવાર કરાવી હતી, અને ઘણો સમય તે લંડનમા રહ્યા પણ હતો. જોકે, થોડા દિવસ પહેલા તેને પેટમાં ચેપ (Colon infection)ને કારણે કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા.

ઈમરાનના અવસાન પર સત્તાવાર પ્રતિક્રિયા આપતા તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અંતિમ ક્ષણોમાં તેની પત્ની તેમજ પરિવારજનો તેની સાથે હતા. ઈરફાન પોતાની પાછળ અભિનયનો એક ભવ્ય વારસો મૂકતા ગયા છે. 2018માં તેઓ દુર્લભ કેન્સરનો ભોગ બન્યા હતા, અને તેની સામે લડીને તેમણે જીવનની નવેસરથી શરુઆત કરી હતી. તેઓ હંમેશા પોઝિટિવિટીથી ભર્યા રહેતા હતા, અને પોતાના સંપર્કમાં આવનારા તમામ લોકોને પણ પ્રેરણા આપતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, ઈરફાન ખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયા માટે બહુ મોટું નુકસાન છે. તેમણે વિવિધ માધ્યમોથી વિભિન્ન રજૂઆતો માટે યાદ રાખવામાં આવશે. મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો તથા પ્રશંસકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.

ઈરફાન 2018થી કેન્સર સામે લડી રહ્યા હતા. હાલમાં જ તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અભિનેતાને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. ઈરફાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top