હાલમાં જ આઈફા એવોર્ડ યોજાયો હતો જેમાં એકથી વધુ સ્ટાર્સે હાજરી આપી હતી.આ એવોર્ડ નાઈટમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ શોને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો પરંતુ આ દરમિયાન એક અભિનેત્રીએ સલમાન ખાનને ‘અંકલ’ કહીને બોલાવ્યો અને પછી અભિનેતાએ તે અભિનેત્રીને ધમકી આપી.
અભિનેત્રી એ કહ્યું અંકલ
IIFA એવોર્ડ્સની રાત્રિને વધુ ભવ્ય બનાવવા માટે, સલમાન ખાને હોસ્ટ કર્યું હતું. તેણે આખી રાત લોકોનું મનોરંજન કર્યું, પરંતુ આ શો દરમિયાન તેની મુલાકાત એક એવી અભિનેત્રી સાથે થઈ જેણે સલમાનને બધાની સામે ‘અંકલ’ કહીને બોલાવ્યા અને આ અભિનેત્રીનું નામ હતું સારા અલી ખાન.
શો દરમિયાન અભિનેત્રી સારા અલી ખાન પણ સ્ટેજ પર પહોંચી અને આ દરમિયાન તેણે સલમાનને ભાઈ કહીને બોલાવ્યો, જેના પર અભિનેતાએ તેને યાદ અપાવ્યું કે તે તેના માતા-પિતા સમાન છે. આના પર તે તેને ‘અંકલ’ કહીને બોલાવે છે, તો સલમાન કહે છે કે હવે તે ક્યારેય તેની હિરોઈન નહીં બની શકે. પછી સારા તેને સલમાન બોસ કહે છે, જેના પર સલમાન કહે છે કે હવે તેની સાથે તેની ફિલ્મ કન્ફર્મ થઈ ગઈ છે.
સારાની આગામી ફિલ્મ
સારા અલી ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે મોટા પડદા પર જોવા મળશે. વિક્કીએ લગ્ન પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. લક્ષ્મણ ઉત્રેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જો કે હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.