મહાભારતમાં ઈન્દ્રનું પાત્ર નિભાવનાર અભિનેતા સતીશ કૌલનું કોરોનાના કારણે અવસાન

બીઆર ચોપરાની મહાભારતના ઇન્દ્રનું પાત્ર નિભાવનાર ટીવી અભિનેતા સતીશ કૌલનું કોવિડ-૧૯ ના કારણે લુધિયાણામાં નિધન થઈ ગયું છે. સતીશે તમામ ટીવી શો અને હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના નિધન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંહે શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દૈએકે, સતીશ લગભગ 300 ફિલ્મોના ભાગ રહ્યા હતા અને તેમને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભીનેતાઓના સાથે કામ કર્યું હતું.

કશ્મીરમાં જન્મેલા સતીશની ઉમર લગભગ 72 વર્ષ હતી અને ઉમરના અંતિમ પડાવમાં તે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે મોત નીપજ્યું છે. તમને જણાવી દૈએકે, સતીશે એક એક્ટિંગ સ્કુલ લુધિયાણામાં શરુ કરી હતી જેમાં તેમને ઘણું નુકસાન થયું અને બાદમાં તેમને તેને બંધ કરવી પડી હતી. તેમનું પારિવારિક જીવન પણ ખાસ સારું રહ્યું નથી. સતીશની પત્નીએ તેમને છૂટાછેડા આપી દીધા હતા અને પોતાના બાળકોની સાથે તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી.

હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા સતીશે પ્યાર તો હોના હી થા (1998), આન્ટી નંબર 1 (1998), જંજીર (1998), યારાના (1995), એલાનન (1994), ઇલ્ઝામ (1986), શિવા કા ઇંસાફ (1985) અને કસમ જેવી ફિલ્મોમાં ઘણા મોટા અને દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. પંજાબી ફિલ્મો વિશે વાત કરીએ તો સતીષ આઝાદી, શેરા દે પુત્ત શેર, મૌલા જટ, ગુડ્ડો, પટોલા અને પિંગા પ્યાર દીયા ફિલ્મોના ભાગ હતા.

Scroll to Top