અભિનેતા શાહિદ કપૂરે ખરીદ્યું ધાંસુ બાઇક, 803cc એન્જિન, કિંમત છે આટલી

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરને ફિલ્મો અને અભિનય પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલો જ તેને બાઇક સવારીનો પણ શોખ છે. શાહિદ કપૂર પાસે મોંઘી બાઈકનું જંગી કલેક્શન છે. તે ઘણીવાર બાઇક ચલાવતો જોવા મળ્યો છે. તાજેતરમાં તેણે એક નવી બાઇક ખરીદી છે. આ બાઇક પાવરફુલ એન્જિન સાથે આવે છે અને તેને ઉબડખાબડ રસ્તાઓ પર ચલાવવા માટે બનાવવામાં આવી છે. શાહિદ કપૂરની આ બાઇક ડુકાટી કંપનીની છે. તેણે ડુકાટી સ્ક્રેમ્બલર ડેઝર્ટ સ્લેજ બાઇક ખરીદી છે. આ બાઇકની કિંમત 12 લાખ રૂપિયા છે, જેની ઓન-રોડ કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે. તેણે પોતે આ બાઇકની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

શાહિદ કપૂરે નવી ડુકાટી ડેઝર્ટ સ્લેજ બ્લુ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ખરીદી છે. તેણે પોસ્ટ કરેલી તસવીરમાં તે બાઇક પર બેઠો છે અને તેણે રાઇડિંગ ગિયર્સ પણ પહેર્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે બાઇકને ફેરવતો હશે. કંપનીએ આ સીરીઝની બાઇકને 2020માં લોન્ચ કરી હતી. ડેઝર્ટ સ્લેજ 1980ના દાયકાની એન્ડુરો બાઇક્સને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

Ducati Scrambler Desert Slade 803 cc ટ્વીન-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, આ એન્જિન 8,250rpm પર 73bhpની મહત્તમ શક્તિ અને 5,750rpm પર 66.2Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ડુકાટી સ્ક્રૅમ્બલર ડેઝર્ટ સ્લેડમાં ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે એન્ટિ-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ છે. આ સ્ક્રેમ્બલર ડેઝર્ટ સ્લેજ બાઇકનું વજન 209 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્ક 13.5 લિટર છે.

Scroll to Top