સાઇના નેહવાલ પર આ અભિનેતાએ કરી એવી કોમેન્ટ કે….મહિલા આયોગ લાલઘૂમ

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલની હાલની ટિપ્પણી પર અભિનેતા સિદ્ધાર્થનું ટ્વીટ વિવાદમાં આવ્યું છે. આ સમગ્ર મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે ટ્વિટર ઈન્ડિયાને પત્ર લખીને સાઈના નેહવાલ અભિનેતા સિદ્ધાર્થનું ટ્વિટર એકાઉન્ટ તાત્કાલિક બ્લોક કરવાની માંગ કરી છે. તેમજ FIR નોંધવા આદેશ કર્યો છે. મહિલા આયોગે સિદ્ધાર્થની ટ્વીટને મહિલા વિરોધી અને અપમાનજનક ગણાવી છે. અભિનેતાએ પછીથી કહ્યું કે તેમાં અપમાનજનક કંઈ નથી, અન્ય રીતે તેને લેવું અયોગ્ય છે.

નેહવાલે પીએમ મોદીના કાફલાને પંજાબના ભટિંડામાં ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ માટે રોકવા પર ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે ગયા અઠવાડિયે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન દ્વારા રસ્તો રોકવામાં આવ્યો હતો.

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નેહવાલે ટ્વીટ કર્યું, “જો કોઈ પણ રાષ્ટ્ર પોતાની સુરક્ષાનો દાવો કરી શકે નહીં જો તેના પોતાના વડાપ્રધાનની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવે. અરાજકતાવાદીઓ દ્વારા પીએમ મોદી પરના કાયરતાપૂર્ણ હુમલાની હું સખત નિંદા કરું છું. ભારત મોદીની સાથે છે.

સાઇના નેહવાલના આ ટ્વિટ પર અભિનેતા સિદ્ધાર્થે ટ્વિટ કર્યું અને લખ્યું કે વિશ્વનો સૌથી નાનો ***** ચેમ્પિયન… ભગવાનનો આભાર આપણી પાસે ભારતના રક્ષક છે. આ સમગ્ર મામલે સાઇનાના પિતા હરવીર સિંહ નેહવાલની ટિપ્પણી પણ સામે આવી છે. સાયનાના પિતાએ કહ્યું કે તેણે (એક્ટર સિદ્ધાર્થ) જે પણ કહ્યું તે ઘણું ખોટું છે. તેણે સાઈના વિરુદ્ધ ખૂબ જ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. અમે તેમના નિવેદનની નિંદા કરીએ છીએ. તેમણે આ માટે માફી માંગવી જોઈએ, પછી ભલે તેણે આ ટિપ્પણી જાણી જોઈને કરી હોય કે અજાણતાં.

Scroll to Top