Entertainment

જાહેરમાં અભિનેત્રીએ ખોલી ચેઈન, ધરપકડ થઇ છતાં પણ જેલમાં કરી આવી હરકત

એકતા કપૂરનો આગામી શો લોક અપ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. આ શોમાં આવનારા સ્પર્ધકોના ચહેરા પરથી પડદો ઉઠી રહ્યો છે. આ દરમિયાન વધુ એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં એક જાણીતી અભિનેત્રી તેના શર્ટની ચેઇન ખોલતી જોવા મળી રહી છે. આ કૃત્ય કરવા બદલ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.

આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પૂનમ પાંડે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પૂનમ પાંડે ખુલ્લેઆમ તેના શર્ટની ચેન ખોલી રહી છે. પછી તેની ધરપકડ કરવામાં આવે છે અને લોક-અપમાં મૂકવામાં આવે છે. પૂનમ પાંડે પર અત્યંત હોટ હોવાનો આરોપ છે.

આ વીડિયો એકતા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- ‘હૉટ હોવાને કારણે પકડાઇ ગઇ પૂનમ પાંડે. 27 ફેબ્રુઆરીથી લૉક અપ જુઓ.’

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે માત્ર તેના બોલ્ડ લુકને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેણે પતિ સેમ બોમ્બે પર હુમલાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે સેમની ધરપકડ કરી હતી. પૂનમની ફરિયાદ પર સેમની બે વખત ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે કેટલીક એવી બોલ્ડ તસવીરો શેર કરે છે જે તેના ફેન્સનું ધ્યાન ખેંચે છે.

લોક અપમાં 15 થી 16 સ્પર્ધકોને લોક અપમાં બંધ કરવામાં આવશે. જેમણે શોની હોસ્ટ કંગના રનૌતના નિયમોનું પાલન કરવું પડશે. પૂનમ પાંડે સિવાય અન્ય કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. જેમાં મુનાવર ફારૂકી, નિશા રાવલ અને કરણ મહેરાનું નામ સામેલ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker