જાનવી કપૂરની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો, સમુદ્ર કિનારે મિસ્ટ્રી મેન સાથે દોડતી દેખાઇ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર તાજેતરમાં જ મુંબઈના દરિયા કિનારે સનસેટની મજા માણતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને ટ્રીટ આપતા તેણે બિકીનીમાં પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે. જ્હાનવી સાથે તેમનો મિત્ર ઓરહાન પણ જોવા મળી રહ્યો છે. એક તસ્વીરમાં બંને એક બીજાનો હાથ પકડી દરિયા કિનારે જતા જોવા મળી રહ્યાં છે.

પ્રથમ તસ્વીરમાં જાહન્વી કપૂર દરિયાની અંદર નહાતી જોવા મળી રહી છે. બીજામાં જ્હાનવીએ તેના મિત્ર ઓરહાનનો હાથ પકડી રાખ્યો છે. જાહન્વી કપૂરે તસ્વીરની સીરીઝ શેર કરી છે. ત્રીજી તસ્વીરમાં જાહન્વીએ માત્ર સૂરજ અને દરિયાની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં પરફેક્ટ લાઇટિંગ પણ દેખાય રહી છે. જયારે છેલ્લી અને ચોથી તસ્વીરમાં છેલ્લા અને જ્હાનવી પથ્થર પર બેઠેલી જોવા મળી છે.

જાહન્વી કપૂર વ્હાઇટ બિકિની અને એનિમલ પ્રિન્ટ હિપ્સસ્ટરમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. તસ્વીરો શેર કરતા જ જાહન્વી કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, “બ્લર સનસેટની અડધી સુંદરતા એ હોય છે કે, તે સતત અસ્થિર જોવા મળે છે.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહન્વી કપૂર તાજેતરમાં જ ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે એક યુવતીનું પાત્ર ભજવ્યું હતું, જે ચૂડેલની ઝપેટમાં આવી જાય છે.

આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ હતાં. ટૂંક સમયમાં જાહન્વી કપૂર, અભિનેતા લક્ષ્યની સાથે ફિલ્મ ‘દોસ્તાના 2’ માં જોવા મળવાની છે. આ સિવાય તે ફિલ્મ ‘ગુડ લક જેરી’ માં પણ કામ કરી રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો