અભિનેત્રીએ પોતાની સાથે જ કર્યા હતા લગ્ન, પણ હવે બનવાની માતા?

ટીવી સિરિયલ ‘દિયા ઔર બાતી’ ફેમ અભિનેત્રી કનિષ્કા સોનીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેના ઇન્સ્ટાગ્રામ પર સિંદૂર લગાવીને અને મંગળસૂત્ર પહેરીને એક ફોટો શેર કરીને જાહેરાત કરી હતી કે તેણે પોતાની સાથે લગ્ન કર્યા છે અને ખુશ રહેવા માટે તેને કોઇ પુરુષની જરૂર નથી. તે બીજી ભારતીય મહિલા છે જે સિંગલ મેરિડ કે સેલ્ફ મેરિડ વુમન છે.

તે પોતાની જાતને દેવી પણ ગણાવી હતી. અભિનેત્રીની પોસ્ટ જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા લોકોએ તેના નિર્ણયનું સમર્થન કર્યું, તો મોટાભાગના લોકોએ તેને ટ્રોલ કરી. હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે જેના પરથી અટકળો શરૂ થઈ છે કે કદાચ તે પ્રેગ્નેન્ટ છે. આ સમાચાર વાયરલ થયા બાદ અભિનેત્રીની પ્રતિક્રિયા સામે આવી છે.

કનિષ્કા સોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. ખરેખર તાજેતરમાં અભિનેત્રીએ ન્યૂયોર્ક સિટીના એક પાર્કમાંથી કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ટી-શર્ટ અને જીન્સમાં શાનદાર પોઝ આપી રહી છે. આ સાથે, કનિષ્કના પેટની ચરબી પણ સ્કિની ટોપમાં દેખાય છે. જે બાદ સોશિયલ મીડિયા પર તેના ગર્ભવતી હોવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. આના પર કનિષ્કે પોતાની પ્રતિક્રિયા આપતા એક પોસ્ટ શેર કરી છે.

જેમાં તે એક પાર્કમાં જોવા મળી રહી છે. એક ફોટોમાં તે ઝાડ પર બેસેલી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું કે, ‘હું સેલ્ફ મેરિડની જેમ સેલ્ફ પ્રેગ્નેન્ટ નથી. તે ફક્ત યુએસએના શાનદાર પિઝા, બર્ગર છે જેણે મારું વજન વધાર્યું. પરંતુ મને તેની સાથે કોઈ સમસ્યા નથી. હું અહીં એન્જોય કરી રહી છું.

 

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા અને બિગ બોસ સ્પર્ધક સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેણે જણાવ્યું હતું કે સાજિદ ખાને વર્ષ 2008માં તેને તેના જુહુના ઘરે બોલાવી હતી અને તેનું પેટ બતાવવા માટે કહ્યું હતું. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેને ડર લાગે છે. કારણ કે તેણીએ આ વિશે જણાવ્યું છે પરંતુ તેણીના જીવને જોખમ હોઈ શકે છે કારણ કે કોઈ તેને સાથ આપશે નહીં, તેથી તે ભારત આવવા માંગતી નથી.

Scroll to Top