દારૂના નશામાં ધૂત મળી અભિનેત્રી, પોલીસને આપી ગાળો…

અભિનેત્રી કાવ્યા થાપરની જુહુ પોલીસે ધરપકડ કરી છે. તેના પર દારૂ પીને ડ્રાઇવિંગ કરવાનો અને વ્યક્તિને ઠોકર મારવાનો આરોપ છે. જ્યારે પોલીસે એક્ટ્રેસને રોકી તો તેણે પણ પોલીસ સાથે ઝપાઝપી કરી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. હાલ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

કાવ્યા મુખ્યત્વે સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે. થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

Scroll to Top