અભિનેત્રી મૌની રોય હંમેશાં તેના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી વેસ્ટર્નથી લઈને ટ્રેડીશનલ દરેક લુકમાં પરફેક્ટ લાગે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
તસ્વીરોમાં મૌની પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી તેના લુકને સામાન્ય મેકઅપ અને ખુલ્લા વાળથી કમ્પલીટ કર્યું છે. આ લુકમાં મૌની રોય હોટ જોવા મળી રહી છે. અભિનેત્રી ખડકો પર બેસી સૂર્યાસ્તની મજા માણતી જોવા મળી રહી છે. મૌની રોય અલગ-અલગ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. આ તસ્વીરો શેર કરતી વખતે, મૌનીએ લખ્યું છે કે – ‘તમે જે રીતેપોતાને પ્રેમ કરો છો તે રીતે પૃથ્વીને પ્રેમ કરો.
View this post on Instagram
અભિનેત્રીની તસ્વીરો ચાહકોને પોતાના દિવાના કરી રહી છે. ચાહકો આ તસ્વીરોને ઘણોપ્રેમ આપી દર્શાવી રહ્યા છે. જયારે મૌની રોયના કામની વાત કરવામાં આવે તો મૌની રોય ખૂબ જ જલ્દીથી બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળવાની છે.