ગુજરાતના ગ્રાહકોને મોટી રાહત, અદાણી ગ્રુપે માફ કર્યા 12 હજાર કરોડ રૂપિયા… જાણો મામલો

ગુજરાત સરકાર અને અહીંના લાખો ગ્રાહકોને મોટી રાહત આપતા અદાણી ગ્રુપે તેનો 12 હજાર કરોડનો દાવો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ રકમ મેળવવાનો નિર્ણય કોર્ટે આપ્યો હતો. આ રકમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમે આપવાની હતી. નિગમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ રકમ આપવાની હોત તો તેનું દબાણ ગ્રાહકો પર પડી શકે તેમ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 હજાર કરોડનો દાવો છોડવો એ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે, જે તેમના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ છોડવામાં આવ્યો છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમે અદાણી ગ્રુપને 12 હજાર કરોડ રૂપિયા આપવાના હતા
ગુજરાત ઉર્જા વિકાસ નિગમે અદાણી ગ્રુપને 12,000 કરોડ રૂપિયા આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે જારી કર્યો હતો. આ મામલો 2007ના એક કેસને લગતો છે જેમાં નિગમ અને ગ્રુપ વચ્ચે સેવાની શરતોને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી અદાણીનો પાવર પ્લાન્ટ પણ બંધ થઈ ગયો હતો. પરંતુ ગયા વર્ષે વીજ કટોકટી દરમિયાન ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ હતી
આ પછી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અદાણી ગ્રુપે પરસ્પર સમજૂતી કરીને વિવાદને ખતમ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો થવાની શકયતા હતી, જેની અસર અન્ય રાજ્યો પર પણ પડી શકે તેમ હતી. પરંતુ હવે સમજૂતીએ વસ્તુઓ બદલી દીધી છે.

Scroll to Top