ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ કારણોસર દુર કરવામાં આવ્યું અદાણીનું નામ

મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહિલા દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ અંતે મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામમાંથી અદાણી એરપોર્ટનું ટેગ દૂર કરી દેવામાં આવ્યો છે.

જ્યારે આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથ પાસે ગયા પહેલા જે નામનું બોર્ડ રહેલ હતુ તેને પરત લગાવી દેવાયું છે. આ મુદ્દાને ઉઠાવનારા સામાજિક કાર્યકર્તા દિલરાજ અલ્વાએ કહ્યું છે કે, અદાણી જૂથ દ્વારા એરપોર્ટના કામકાજની જવાબદારી સંભાળ્યા બાદ તેના નામમાં અદાણી એરપોર્ટ જોડી દેવામાં આવ્યું હતુ.

તેમ છતાં સૂચનાના અધિકાર કાયદા હેઠળ જ્યારે જાણકારી માંગવામાં આવી તો આ જાણકારી મળી હતી કે, એરપોર્ટનું સંચાલન અને સાર સંભાળનો કોન્ટ્રાક્ટમાં નામ બદલવાને લઇને કોઇ પણ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નહોતી.

તેના પછી ભારતીય વિમાન પ્રાધિકરણ અને મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટરને આ બાબતમાં કાયદાકીય નોટિસ આપીને એરપોર્ટના નામમાં અદાણી ટેગ જોડવાને લઇને સવાલ કરાયા હતા.
હવે આ કાયદાકીય લડાઇ બાદ શુક્રવારના મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામને પહેલા જેવુ કરી દેવાયું છે. દિલરાજ અલ્વાએ કહ્યું છે કે તેમણે મેંગલુરૂ એરપોર્ટના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ બન્ને જગ્યાએ ફેરફાર કરી દીધા છે.

Scroll to Top