Bollywood

અધધ આટલી બધી હિરોઈનો સાથે અફેર હોવા છતાં પણ કુંવારો રહી ગયો સલમાન, જાણો શુ છે એનું કારણ……

બોલીવુડના દબંગ સલમાન ખાને ભલે હજુ સુધી લગ્ન ન કર્યા હોય, પરંતુ તેની ગર્લફ્રેન્ડની સૂચિ ઘણી લાંબી છે. સલમાન ખાનની ફિલ્મોની જેમ જ તેની લવ સ્ટોરીઝ હંમેશા ચર્ચામાં રહેતી હતી અને તેની ગર્લફ્રેન્ડની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જતી. ચાલો, અમે તમને સલમાન ખાન અને તેની ગર્લફ્રેન્ડની લવ સ્ટોરી જણાવીએ.

સલમાન ખાન – સંગીતા બિજલાની.

બોલિવૂડમાં, સંગીતા બિજલાનીને સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. જ્યારે સલ્લુ મિયાં સંગીતા બિજલાની સાથે પ્રેમમાં પડ્યો ત્યારે સંગીતા બિજલાની તેમના કરતા વધારે લોકપ્રિય હતી, પરંતુ બાદમાં સલમાન ખાનની કારકીર્દિ સંગીતા બીજલાની કરતા ઘણી આગળ વધી ગઈ.સલમાન ખાન અને સંગીતા બિજલાનીએ થોડા કમર્શિયલમાં અભિનય કર્યો હતો અને સાથે કામ કરતાં બંનેને પ્રેમ થયો હતો. જ્યારે સંગીતા બિજલાનીએ સલમાન ખાન સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તે લગ્ન માટે તૈયાર નહોતો. આ બાબતે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ સંબંધની ખાસ વાત એ હતી કે સલમાન ખાન અને સંગીતા બિજલાની બ્રેકઅપ પછી પણ સારા મિત્રો રહ્યા. બાદમાં સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. સલમાન ખાન અને સંગીતા બિજલાની હજી સારા મિત્રો છે અને સંગીતા બિજલાની આ સમયમાં પણ સલમાન ખાનના ઘરે પાર્ટીઓમાં જોવા મળે છે.

સલમાન ખાન સોમી અલી.

કરાચીમાં જન્મેલી સોમી અલી દબંગ સલમાન ખાન પર એટલી હદે ફિદા થઈ ગઈ હતી કે તે તેને મળવા માટે 16 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગઈ હતી.મુંબઈ આવીને સોમી અલીએ પહેલા મોડેલિંગમાં અને પછી ફિલ્મોમાં કામ કર્યું, આમ તે સલમાન ખાનની નજીક આવી. ધીરે ધીરે બંને પ્રેમમાં પડ્યાં અને બંને લગભગ આઠ વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કરતા રહ્યાં.આ પ્રેમ કહાનીનો અંત પણ ગર્લફ્રેન્ડના લગ્નની વિનંતી પર થયો હતો. જ્યારે સોમી અલીને ખબર પડી કે સલમાન ખાન તેની સાથે લગ્ન કરવા નથી માંગતો, ત્યારે તે ફ્લોરિડા ચાલી ગઇ સલમાનની ખરાબ વર્તન અને દારૂના વ્યસનથી આ સંબંધ તૂટી ગયો અને સલમાન ખાનની આ લવ સ્ટોરીનો પણ અંત આવ્યો.

સલમાન ખાન – એશ્વર્યા રાય.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં એક સાથે કામ કરતી વખતે સલમાન ખાન અને એશ્વર્યા રાય એકબીજાની નજીક આવી ગયા હતા સલમાન ખાનની તમામ લવ સ્ટોરીઓમાં સૌથી પ્રખ્યાત હતી સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી રહી છે દર્શકોને પણ આ જોડી ઘણી ગમી. પરંતુ સલમાન ખાન પણ આ પ્રેમને હેન્ડલ કરી શક્યો નહીં. હકીકતમાં, સલમાન એશ્વર્યા વિશે એટલો પોસેસીવ બની ગયો હતો કે તેણે તેના ઉપર જરૂરત કરતા વધારે અધિકાર કરવા લાગ્યો.

એશ્વર્યાએ વાત વાત પર ટોકવા લાગ્યા હતા એશ્વર્યા. જે હીરો સાથે સાથે કામ કરતી સલમાન તેની પર શંકા કરતો એકવાર તે શાહરૂખ ખાનની ફિલ્મ ચલતે ચલતેના સેટ પર પહોંચ્યો અને ત્યાં હંગામો શરૂ કરી દીધો. એટલું જ નહીં, સલમાનના કહેવા પર શાહરૂખે એશ્વર્યાને ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી. અહેવાલો અનુસાર સલમાન ખાન એક રાત્રે એશ્વર્યાના બિલ્ડિંગમાં પહોંચ્યો હતો, તેણે નશામાં એશ્વર્યાના દરવાજો ખખડાવ્યો.એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને એશ્વર્યા સાથે મારપીટ કરી હતી અને તેના પિતા સાથે ખરાબ વર્તન કર્યું હતું. જ્યારે વાત એશ્વર્યાની સહનશીલતાની બહાર ગઈ ત્યારે તેણે સલમાન સાથેના સંબંધોને તોડી નાખ્યા. એવું કહેવામાં આવે છે કે સલમાને એશ્વર્યાને ખરેખર સાચો પ્રેમ કર્યો હતો અને પછીથી તેની ભૂલનો અહેસાસ થઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તે એશ્વર્યાને ગુમાવી ચૂક્યો હતો.

સલમાન ખાન – કેટરિના.

સલમાનને મળ્યા પહેલા કેટરીના કૈફની કારકિર્દી ટ્રેક પર નહોતી, પરંતુ સલમાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર ક્યૂ કિયા’ કર્યા પછી કેટરિના કૈફને નવી ઓળખ મળી અને પછી પાછળ જોવાની જરૂર ન પડી. સલમાન ખાન અને કેટરિના કૈફના અફેર અંગેની વાતો પણ મીડિયામાં છવાઈ હતી, બંનેના લગ્નની તારીખ પણ ઘણી વખત જાહેરાતમાં આવી પરંતુ સલમાન ઘર સંસાર તો બનાવવાના નોહતા. આખરે કેટરિના કૈફે પણ સલમાન ખાનથી અંતર રાખ્યું હતું.

સલમાન ખાન – ક્લોડિયા સિએસ્લા.

મોડલ ક્લાઉડિયા સીસેલા પણ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. ક્લોડિયા સીએસ્લાએ અક્ષય કુમાર સાથે એક આઈટમ સોંગ પણ કર્યું હતું.
.
સલમાન ખાન – ઝરીન ખાન.

ઝરીન ખાનને બોલિવૂડમાં લાવવાનો શ્રેય સલમાન ખાનને જાય છે. ફિલ્મ ‘વીર’ દરમિયાન સલમાન ખાન અને ઝરીન ખાનની નિકટતા વધી હતી.

સલમાન ખાન – ડેઝી શાહ.

ડેઝી શાહ અને સલમાન ખાન ફિલ્મ ‘જય હો’ ના સેટ પર એક બીજાની નજીક આવી ગયા હતા. જણાવી દઈએ કે ડેઝી શાહને સલમાન ખાને તેની જ ફિલ્મમાં લોન્ચ કરી.

સલમાન ખાન – એમી જેક્સન.

પ્રતીક બબ્બરની ગર્લફ્રેન્ડ એમી જેક્સન સાથે સલમાન ખાનનું નામ પણ જોડાયેલું હતું. તમને જણાવી દઈએ કે એમી જેક્સન સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

સલમાન ખાન – સ્નેહા ઉલ્લાલ.

સલમાન ખાનનું નામ એશ્વર્યા રાયની લુક જેવી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ સાથે પણ જોડાયેલું છે. લકી ફિલ્મ સાથે સલમાન ખાન અને સ્નેહા ઉલ્લાલ નજીક આવ્યા હતા, પરંતુ આ સંબંધ પણ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં.

સલમાન ખાન – યુલિયા વંતુર.

સલમાન ખાન અને યુલિયા વંતુરના અફેરના સમાચારોની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સલમાન ખાનના કોઈ પણ અફેર લગ્નના પરિણામ પર પહોંચ્યા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker