જો તમે મહિલા છો અને કોઈ ‘પુરુષ વિનાની’ એવી જગ્યાની શોધમાં છો તો જ્યાં પુરુષોની કોઈ રોક-ટોક ન હોય તો તમારી ઈચ્છા આ આઈલેન્ડ પર પુરી થઈ શકે છે. સુપરશી નામના આ આઈલેન્ડ પર પુરુષો માટે નો એન્ટ્રી છે.
ફિનલેન્ડમાં બાલ્ટિક સી પાસે સ્થિત આ આઈલેન્ડ પર પુરુષો દ્વારા કોઈપણ પ્રકારની દરમિયાનગિરી નથી કરી શકાતી. અહીંયા આવીને મહિલાઓ પોતાની પસંદ મુજબ ખાઈ શકે છે, પોતાની પસંદ મુજબ કપડા પહેરી શકે છે. યોગા અને મેડિશન કરીને પોતાને રિલેક્સ ફિલ કરી શકે છે.
આ આઈલેન્ડ એક અમેરિકી બિઝનેસવુમન ક્રિસ્ટીના રોથના મગજની ઉપજ છે. ક્રિસ્ટીના દુનિયામાં એક એવી જગ્યાની શોધમાં હતી જ્યાં મહિલાઓ પોતાની મરજી મુજબ ફરી શકે. એટલે કે મેન્ટલી ફ્રી થઈને પોતાની ટ્રિપ એન્જોય કરી શકે. હકીકતમાં ક્રિસ્ટીનાને આવા આઈલેન્ડનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે જોયું કે મહિલાઓ પોતાના કરતા વધારે ધ્યાન પુરુષો પર આપે છે. તેણે એવું પણ અનુભવ્યું કે મહિલા વિઝિટર્સના મગજમાં પુરુષોના કારણે ધ્યાનભંગ થાય છે. તેણે જોયું કે જ્યારે પણ કોઈ મહિલા હેન્ડસમ પુરુષોને જુએ છે તો મેકઅપ કરવા લાગે છે અથવા ઈનસિક્યોર ફિલ કરે છે.
આ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રિસ્ટીનાને આવા આઈલેન્ડનો વિચાર આવ્યો, જ્યાં મહિલાઓ ફ્રી થઈને મજા કરી શકે. જોકે ક્રિસ્ટીનાનું એવું પણ કહેવું છે કે તે પુરુષોને નફરત નથી કરતી અને ના તો પુરુષોની વિરુદ્ધ છે. આ આઈલેન્ડ જૂન 2018 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.