આપણે એવા ઘણા લોકો જોયા હશે જે પોતાના મુશ્કેલ સમય માંથી બહાર નીકળી સફળ થતા હોય છે.પરંતુ આ વ્યક્તિ એવા છે કે તેમનું જીવન બસની ટીકીટ વેચીને પસાર કરતા હતા.
પછી તેમનો સમય એવો બદલાયો કે તેમનું જીવન બિલકુલ બદલાઈ ગયું જાણો વિગતે.આ વાત છે 2014ની. કોઇમ્બતુર શહેરનાં એક સિનેમા હૉલની સીટ પર, એક શખ્સ મરેલી હાલતમાં મળી આવ્યો.
તેનાં હાથની નસોમાં ડ્રિપ (સોય) લાગેલી હતી.
આ માનવીને કિડનીની સીરિયસ બીમારી હતી કે જેને કારણ તે પાસેની જ હોસ્પિટલમાં ભરતી હતો. તે સમયે જ તેનાં એક ફેવરિટ હીરોની ફિલ્મ આવેલી હતી.
પોતાનાં ફેવરિટ હીરોનો તે ખૂબ મોટો ચાહક હતો. જેથી તેને ગમે તેમ કરીને તેની ફિલ્મ જોવી જ હતી.તે જીદ લઇ ને બેઠો હતો તેને ફિલ્મ જોવી જ હતી.
પરંતુ હોસ્પિટલના લોકો તેને બહાર જવાનું ના પાડતા હતા,જો કે હૉસ્પિટલનો સ્ટાફ તેને કોઇ પણ સંજોગોમાં બહાર જવા દેવા ન હોતો માંગતો.
ત્યારે અચાનક જ તેને મોકો મેળવતા જ હોસ્પિટલમાંથી ભાગીને તે સિનેમા હૉલમાં પહોંચી ગયો. સિનેમા હૉલમાં ફિલ્મ જોતા-જોતા જ તેનું મોત થઇ ગયું.
તે શખ્સનું નામ હતું ‘રવિન્દ્રન’ અને તેની ફિલ્મનું નામ હતું ‘લિંગા’. તેનો મનપસંદ હીરો હતો ‘રજનીકાંત’.
રજનીકાંત તામિલ ફિલ્મના ખુબજ ફેમસ હીરો હતા.આ નાની વાર્તા હતી એક એવા અભિનેતાની કે જેનાં ચાહકો માટે પહેલી પસંદ છે.
તેમનો ‘હીરો’ અને ભગવાન બાદમાં. 18 ઓગસ્ટ 2019નાં રોજ રજનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 44 વર્ષ પૂર્ણ કર્યા છે. જેટલી રસપ્રદ વાર્તા તેનાં ફેન્સની છે એટલી જ રસપ્રદ વાર્તા છે.
રજનીની જિંદગીનાં કિસ્સાઓની.જાણો તેમની જિંદગી ની સત્ય ઘટનાઓ વિગતે..
રાજનીકાં તામિલ ના સુપર સ્ટાર હતા.પરંતુ રજનીકાંતનાં પિતા એક કોન્સ્ટેબલ હતાં. એટલે કે રજનીકાંત ખૂબ જ નોર્મલ ફેમિલીમાંથી આવે છે.
રજનીકાંતે જવાનીનાં દિવસોમાં સૌથી પહેલા કુલી તરીકેનું કામ કર્યું.થોડી વધારે સફળતા હાંસલ કરી તો કાર્પેંટર બની ગયા અને સારા દિવસો આવતા જ બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી લાગી ગઇ અને બસમાં ટિકિટો વહેંચવાનું કામ કર્યું.
બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ રજનીકાંતનો એક મિત્ર બન્યો. જેનું નામ હતું બહાદુર. રાજ બહાદુર એક બસ ડ્રાઇવર હતો. રાજ બહાદુરે જ રજનીકાંતને કંઇક મોટું કરવાની સલાહ આપી હતી.
શરૂઆતમાં રજનીનાં ઘરનાં લોકોએ જ એક્ટિંગમાં સપોર્ટ આપવા મામલે સ્પષ્ટ ના કહી દીધી હતી.એટલા માટે રજનીકાંત થોડી મુશ્કેલીમાં હતા.અને તે બસ ટીકીટ વેચવાનું કામ કરતા હતા.
આ પછી તેમના મિત્ર રાજ બહાદુર અને બીજા મિત્રઓ મળીને રજનીકાંતના એડમીશન માટે પૈસા ભેગાં કર્યા.અંતે રજનીકાંતનું મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાં એડમિશન કરાવી દીધું.
ત્યાર પછી જે થયું તે એક ઇતિહાસ છે.હવે રજનીકાંત છુપાઇને છુપાઇને મિત્રોને મળવા બેંગલોર આવવા જવાનું રાખ્યું. પોતાનાં બાળપણનાં મિત્ર રાજ બહાદુરની સાથે ગપ્પા મારવા એ તેમનું ફેવરિટ કામ છે.
રજનીકાંત એ મરાઠી ફેમિલીથી છે.
તેમનાં બાળપણનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું.એ જ રીતે તેમની માતૃભાષા પણ મરાઠી હતી નહીં કે તમિલ. રજનીકાંતને તો તમિલ ભાષા આવડતી પણ ન હોતી.
પછી તેઓ તમિલનાં સુપરસ્ટાર કઇ રીતે બન્યાં? તો એક દિવસ રજનીકાંત પોતાની એક્ટિંગ સ્કૂલમાં એક નાટક કરતા હતાં.
તેવામાં એક તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ડાયરેક્ટર બાલચંદ્રનની નજર તેમનાં પર પડી કે બાલચંદ્રને રજનીકાંતને પોતાની પાસે બોલાવી કહ્યું કે, તમિલ શીખો.બસ પછી શું તમિલ શીખવાનું રજનીકાંતે શરૂ કર્યુ અને તે પછી એક ઇતિહાસ બની ગયો.
આ પછી રજનીકાંત એ તામિલ શીખવા માટે ખૂબ મહેનત કરી.અને તામિલ શીખી ગયા.આ પછી રજનીકાંત એ ફિલ્મ માં જાવા માટે ખૂબ મહેનત કરી.
તેમને વર્ષ 2014માં રજનીકાંતે પ્રથમ વખત તેનું official ટ્વિટર હેન્ડલ ખોલ્યું હતું. રજનીકાંતના ચાહકોએ ત્યાં પણ તેનો રેકોર્ડ બનાવ્યો.
24 કલાકમાં જ રજનીકાંતનાં 2,10,000થી પણ વધુ ફોલોવર્સ બની ગયાં. ભારતમાં એક દિવસમાં જ કોઈ પણ સેલિબ્રિટીનાં આટલા બધા ફોલોવર્સ ક્યારેય નથી બન્યાં.
રજનીકાંતના ચાહકો તેમની ભગવાનની જેમ પૂજા કરે છે. જ્યારે પણ તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આખા દક્ષિણ ભારતમાં તેના મોટા હોર્ડિંગ્સ પર દૂધ ચઢાવવાવું એ એક સામાન્ય ઘટના તરીકે જોવા મળે છે.
આ મામલો એટલો બધો વધી ગયો કે બાદમાં એક સામાજિક કાર્યકર્તાએ તેની પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી કરી હતી.
જેથી હજારો લીટર દૂધ વહી જતા રોકી શકાય.તેમ છતાં રજનીકાંત ના ચાહકો તેમની ફિલ્મ આવે છે તો તેમના પોસ્ટર પર દૂધ ચડાવે છે.
આમ તેમના ચાહકો પણ ખુબજ છે.તેમને ઘણી બધી ફિલ્મો કરી છે,તેમની ફેમસ ફિલ્મ શિવાજી ધ બૉસ છે.અને તે આ ફિલ્મ બાદ ખુબજ ફેમસ થયાં હતાં.