કાબુલ એરપોર્ટ નજીક આવેલ રહેણાંક વિસ્તારમાં ભયંકર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર, આ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ કાબુલની 11 સિક્યુરિટી ડિસ્ટ્રિક્ટમાં થયો હોવાની જાણકારી સામે આવી છે. સોશિયલ મીડિયામાં તેને લઈને વિડીયો પણ શેર કરાયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં બ્લાસ્ટ થયા બાદ ત્યાંથી ધુમાડો ઉડતો જોવા મળી રહ્યો છે.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડન દ્વારા કાબુલમાં આતંકી હુમલાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
તાજેતરની માહિતીમાં જાણવા મળ્યું છે કે, આ બ્લાસ્ટ એક રોકેટ પડવાના કારણે થયેલ છે. રોકેટ એક ઘર પડતા સમગ્ર ઘર ચૂરચૂર થઈ ગયુ હતું. આ ઘટના બાદ તાલિબાનના અનેક લડાકૂઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
તેમ છતાં હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, આ વિસ્ફોટ કઈ રીતે થયો હતો. આ બ્લાસ્ટમાં એક મહિલા અને એક બાળકનું મોત થયુ હોવાની જાણકારી સામે આવી છે.જ્યારે ગયા ગુરૂવારના પણ કાબુલ એરપોર્ટ પર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના એક આત્મઘાતી હુમલાખોર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાં અમેરિકાની સેનાના 13 જવાન સહિત 150 લોકોનાં મોત નીપજ્યા થયા હતા. મૃતકો એરપોર્ટ બહાર દેશ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે પણ ભયંકર બ્લાસ્ટ થયો હતો.જો બિડન દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે કાબુલ એરપોર્ટ પર આગામી ૨૪ થી 36 કલાકમાં વધુ એક આતંકી હુમલો થયો હોવાની શક્યતા રહેલી છે.
તેની સાથે જ અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ નજીક હાજર તમામ નાગરિકોને તાત્કાલિક વિસ્તાર છોડવા માટે અપીલ કરવામાં આવી હતી. બિડને જણાવ્યું હતું કે, જમીન પરની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેલી છે અને એરપોર્ટ પર આતંકી હુમલાની શક્યતા રહેલી છે. અમારા કમાન્ડરોએ આ વિશેની જાણકારી આપી છે કે, આગામી 24-36 કલાકમાં હુમલો થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.