અફઘાનિસ્તાનમાં ન્યુઝ એન્કર પર માથા પર મોત બનીને ઉભેલા જોવા તાલીબાન લડવૈયાઓ, વિડીયો થયો વાયરલ

અફઘાનિસ્તાન પર તાલીબાને જ્યારથી કબજો કરી લીધો છે ત્યારથી ત્યાંની સ્થિતિ દયનીય બની ગઈ છે. અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવ્યા બાદ અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે. જ્યારે પત્રકારોની દિન દહાડે હત્યા કરવામાં આવી રહી છે. મહિલાઓ અને નાની છોકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનની વાપસી સાથે ખૂબ જ ખરાબ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ટીવી એન્કર સમાચાર વાંચી રહ્યા છે અને તેની પાછળ બંદૂકો સાથે તાલિબાન લડવૈયાઓ જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને કોઈપણ ભયભીત થઈ શકે છે, પરંતુ અફઘાનિસ્તાનની સ્થિતિ જાણવા માટે આ વીડિયો જોવો જરૂરી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટીવી એન્કર ન્યુઝ વાંચતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, તાલિબાન તેની પાછળ બંદૂકો લઈને ઉભેલા છે. આ વીડિયો બીબીસી પત્રકાર કિયાન શરીફી દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વીડિયો અફઘાન ટીવી નામની ચેનલનો રહેલો છે. આ વીડિયોમાં ન્યૂઝ એન્કર લોકોને ઇસ્લામિક અમીરાતનું સમર્થન આપવાનું અપીલ કરી રહ્યો છે, જ્યારે તેના માથા પર બંદૂકધારી ઉભેલા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આ વીડિયોને પશ્તો ભાષામાં બોલવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ 15 ઓગસ્ટ, 2021 ના રોજ તાલિબાને જણાવ્યું હતું કે, પત્રકારો પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં. આ વીડિયો સિવાય અન્ય એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે 2 મિનિટથી વધુનો છે.

આ વીડિયોને જોયા બાદ તમે સમજી શકો છો કે, અફઘાનિસ્તાનમાં શું સ્થિતિ છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. લોકોએ કહ્યું છે કે, અફઘાનિસ્તાન ભયના પડછાયામાં જીવી રહ્યું છે.

Scroll to Top