અફઘાનિસ્તાન નેતા અહી કરી રહ્યા છે પીઝા ડિલિવરીની જોબ, સામે આવ્યું ચોકાવનારું કારણ….

કિસ્મતનો કોઈ ભરોસો નથી. કોઈ માનવી ક્યારે શું થઈ જાય તે કોઈ કહી શકતું નથી. આપણી સામે લાખો ઉદાહરણો છે, જેની મદદથી આપણે સમજી શકીએ છીએ કે, કોઈ વ્યક્તિ ક્ષણવારમાં રાજાથી રંક બની જાય છે તો કોઈ પળવારમાં જ રંકથી રાજા બની જાય છે.

હવે અફઘાનિસ્તાનના એક મંત્રીના વિશેમાં જાણી લો. એક સમય હતો જ્યારે તેઓ અફઘાનિસ્તાનના કેન્દ્રીય સંચાર મંત્રી હતા. તેમના મંત્રીમંડળમાં તેમને સૌથી શિક્ષિત મંત્રીનો દરજ્જો મળેલો હતો. હંમેશા સૂટ-બૂટમાં રહેનાર આ મંત્રી આજે પીઝા ડિલિવરી કરવા માટે મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા જતા પ્રકોપના કારણે તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું. તેની સાથે તેમને આજે પોતાના પરિવારનું ભરણપોષણ માટે પીઝા ડિલિવરી કરવી પડી રહી છે.

અફઘાનિસ્તાન આ મંત્રીનું નામ સૈયદ અહેમદ શાહ સદ્દત છે. તેઓ ખૂબ શિક્ષિત નેતા છે. તેમને પોતાનો અભ્યાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીથી કર્યો છે. તે ઇલેક્ટ્રિક એન્જિનિયર પણ છે. મેમ્બર પદ સંભાળ્યા પહેલા લગભગ 13 મોટા શહેરોમાં 23 કામ કરી ચુક્યા છે. અત્યારે વર્તમાનમાં જર્મનીમાં પીઝાની ડિલિવરી કરી રહ્યા છે.

તાલિબાનના ભયથી સપ્ટેમ્બર 2020 માં જ સદ્દત જર્મની આવી ગયા હતા. સદ્દતે જર્મનીના લિપજિગ શહેરમાં શરણ લીધી છે. જર્મની આવીને તેમને નોકરીનો પ્લાન કર્યો પરંતુ તેમને નોકરી મળી નહોતી.. અંતમાં પીઝા ડિલિવરી બોયની નોકરી કરવી પડી હતી.

આ સમગ્ર મુદ્દે સૈયદ શાહ સદ્દતે જણાવ્યું છે કે, તેમને જર્મન ભાષા બોલતા આવડતી નથી, આ કારણે અહી તેમને નોકરી કરવામાં મુશ્કેલી પડી છે. પીઝા ડિલિવરી કરતા સમયમાં જર્મની પણ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છુ જેથી મને સારી નોકરી મળી જાય.

સૈયદ અહેમદ શાહ સદ્દતે એક ન્યુઝ એન્જેન્સી સાથે કરતા જણાવ્યું છે કે, શરૂઆતી દીવસોમાં મને આ શહેરમાં રહેવા માટે કોઈ કામ મળી રહ્યો નહોતું કેમકે મને જર્મન ભાષા આવડતી નહોતી. પીઝા ડિલિવરીનું કામ તેમ છતાં હું માત્ર જર્મન ભાષા શીખવા માટે કરી રહ્યો છુ. આ નોકરી દ્વારા શહેરના અલગ-અલગ ભાગમાં ફરીને લોકોથી મળી રહ્યો છુ જેથી આગળના દિવસોમાં હું સારી નોકરી કરી શકું. જર્મની શીખવા માટે તે ૪ કલાકની ક્લાસ કરે છે. તેના સિવાય ૬ કલાકની શિફ્ટ કરે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત ઘણા મોટા નેતા અફઘાનિસ્તાન છોડી અલગ-અલગ દેશોમાં શરણ લઇ ચુક્યા છે. પરંતુ પ્રથમ વખત કોઈ મોટા મંત્રીની આવી રીતે પીઝા વેંચવાની તસ્વીરો સામે આવી છે.

Scroll to Top