અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય લોકોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે. જ્યારે મંગળવારના કાબુલથી 78 લોકોને એર લિફ્ટ કરીને ભારત લવાયા હતા. તે દરમિયાન કાબુલથી ભારત આવેલા લોકોનો કોરોનાનું ટેસ્ટીંગ કરાયું હતું..
જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.
જ્યારે કાબુલથી ભારત આવેલા લોકોના સંપર્કમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એક તરફ અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સતત ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે 16 નાગરિકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જેમાં ત્રણ શીખ પણ હતા જે કાબુલથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબને માથા પર ઉઠાવીને લાવ્યા હતા. જ્યારે જાણવા મળ્યું છે કે, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા હતા.