દીપિકા પાદુકોણ બાદ આ ભોજપુરી અભિનેત્રીએ ‘કેસરી બિકીની’ પહેરી, ‘બેશરમ રંગ’ ગીત પર બનાવ્યો વીડિયો

નમ્રતા મલ્લ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી આ એક્ટ્રેસ પોતાના ફેન્સનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી. નમ્રતાની તસવીરો અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. અભિનેત્રીનો આવો જ એક નવો વીડિયો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં નમ્રતાએ દીપિકા પાદુકોણની જેમ કેસરી રંગની બિકીની પહેરી છે. અભિનેત્રીએ વીડિયો પર ફિલ્મ પઠાણનું ગીત ‘બેશરમ રંગ’ પણ સેટ કર્યું હતું.

નમ્રતા મલ્લના નવા વાયરલ વીડિયો પર ચાહકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક તરફ જ્યાં યૂઝર્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ શાહરૂખના ફેન્સ પણ વિરોધ કરી રહેલા લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર લખ્યું, ‘હવે ભોજપુરીનો વિરોધ કરો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આ શાહરુખની ફિલ્મમાં નથી, તેથી જ કોઈ કંઈ કહેશે નહીં.’

નમ્રતાની કેસરી બિકીની પર ચાહકોના સવાલોની સિલસિલો અહીં જ ખતમ નથી થયો. આ પછી અભિનેત્રીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ભોજપુરી ચાહકોએ પણ નમ્રતાની ઝાટકણી કાઢી હતી. નમ્રતા પર ગુસ્સે થઈને એક યુઝરે લખ્યું, ‘દીપિકા જેવી ન બનો. આ ભગવા રંગનું અપમાન છે.

Scroll to Top