Ahmedabad

કોરોનામાં નોકરી છુટતા શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે અમદાવાદની ગેંગે ભર્યું એવું પગલું જાણીને થઈ જશો ચકિત

કોરોનાના લોકડાઉનમાં નોકરી છુટી ગયા બાદ શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં અમદાવાદના યુવાનોએ એવું કામ કર્યું છે કે આજે તેમના જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેર SOG ક્રાઇમ દ્વારા નકલી ચલણી નોટોના જથ્થા સાથે 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપીએ કોરોના લોકડાઉનમાં નોકરી ગુમાવતા તેને નકલી નોટ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં નોટો બજારમાં વટાવવા જાય તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયેલ છે. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે નકલી નોટોને બજારમાં મૂકી પૈસા કમાવવા માંગતા હતા. પાંચ યુવકો દ્વારા ભેગા મળીને ભારતના અર્થતંત્રને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જયારે અમદાવાદ શહેરમાં SOG ક્રાઈમની ટીમ દ્વારા આ આરોપીઓની નકલી નોટોના મોટા જથ્થા સાથે સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય આરોપીની વાત કરવામાં આવે તો તેનું નામ પરાગ વાણીયા છે. આરોપી RTO કચેરીમાં કેશિયર તરીકે નોકરી કરી રહ્યો હતો.

કોરોના કાળમાં લોકડાઉન થવાના કારણે તેણે નોકરી ગુમાવાનો વારો આવ્યો હતો અને ત્યાર બાદ યુટ્યુબ પર જોઈને નકલી નોટ છાપી ટૂંક જ સમયમાં પૈસા કમાવવાનું નક્કી કરવામાં આવ્યું અને અન્ય આરોપીઓની મદદથી નારોલમાં મકાન રાખી ત્યાથી 100 અને 500 રૂપિયાના દરની નકલી નોટો પ્રિન્ટરમાં સ્કેન કરી નકલી નોટો બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

તેની સાથે પકડાયેલા આરોપી હરેશ ડાભાણી, વિજય ડાભાણી, કિરણ સોલંકી અને દિવ્યાંગ ડાભાણી રહેલા છે. આરોપીઓ આઈટી તેમજ અન્ય અભ્યાસ કરેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે પૈસા કમાવવાની લાલચમાં તેઓ ખોટા રસ્તે ચઢી જવાના કારણે તેમને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. SOG ક્રાઈમની ટીમને આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની 414 તેમજ 100 રૂપિયાના દરની 196 નોટો એમ સહિત 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે 2.26 લાખના દરની ચલણી નકલી નોટ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી છે.

આ બાબતમાં SOG ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પરાગ વાણીયાએ અગાઉ પણ નકલી નોટો છાપી તેને વટાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં તેમાં અસફળ થતા તેને 3 મહિના બાદ અન્ય આરોપીઓ સાથે ભેગા મળીને આ નોટો છાપવાનું ચાલુ કર્યું હતું. જ્યારે જન્માષ્ટમી પહેલા અમુક નોટો બજારમાં ફરતી પણ કરવામાં આવી છે. જેથી SOG ક્રાઈમની ટીમ દ્વારા તમામ આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker