સમગ્ર દેશમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી હાહાકાર મચાવી રહી છે. મ્યુકોરમાઇકોસિસ ટ્રિટમેન્ટમાં સામાન્ય વ્યક્તિને તેનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે. બ્લેક ફંગસની સારવાર માટે આપવામાં આવતી એન્ટિ ફંગલ દવાનો 25 દિવસના કોર્સની હોય છે. જેમાં દૈનિક દવાનો ખર્ચ રુ. 30000 જેટલો થઈ જાય છે. જોકે દવાની અછતના કારણે મુંબઈ જેવા શહેરમાં ડોક્ટરો આ એન્ટિ ફંગલ દવાના સસ્તા વિકલ્પથી સારવાર કરવાનું શરૂ કરી દીધું છે જેનો ખર્ચ દિવસનો રૂ 350 જેટલો જ આવે છે.
મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ઈએનટી સર્જન ડો. મિલિંદ નવલખ દ્વારા છેલ્લા 60 દિવસમાં 35 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું છે કે ‘આ સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર દવા એમ્ફોટેરિસિન બીની હાલ માર્કેટમાં ખૂબ જ અછત સર્જાયેલી છે. આ કારણોસર અમે અત્યારે પરંપરાગત એમ્ફોટોરિસિન બીનો ઉપયોગ કરી રહયા છીએ જે અનેક ઘણી સસ્તી હોવા છતા પરિણામ સરખું જ આપે છે.
મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમં લેવાતી લિપોમોમલ એમ્ફોટોરિસિન બીની હાલ ઉણપ રહેલી છે. જ્યારે આ એક નવી દવા છે પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં ડોક્ટરોની પસંદ બની ગઈ છે કેમકે પરંપરાગત દવાની જેમ તેની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી. આ દવામાં પરંપરાગત એમ્ફોટોરિસિન બીની કેટલીક આડઅસરો જોવા મળી જાય છે.
જ્યારે જૂની દવા સાથે બીજી એક સમસ્યા એ પણ છે કે લિપોસોમલ એમ્ફોટોરિસિન બીના 6 ઇન્જેક્શનના દૈનિક કોર્સની જગ્યાએ પરંપરાગત દવાને 16 કલાકના સમયમાં IV ના સ્વરુપે ખૂબ જ સાવાધાની પૂર્વક આપવા પડે છે. જ્યારે આ દરમિયાન નામ ન આપવાની શરતે એક ડોક્ટરે જણાવ્યું છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આ નવી દવા રોલ્સ રોય્સ જેવી રહેલી છે. જ્યારે એમ્ફોટેરિસિન બીની પરંપરાગત દવા સાથે પણ જો દર્દીઓને સાવધાની પૂર્વક આપવામાં આવે તો સરખું જ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
આ દરમિયાન ડો. નવલખે જણાવ્યું છે કે, ગ્લોબલ હોસ્પિટલમાં અને નજીક આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત KEM હોસ્પિટલમાં મોટાભાગના મ્યુકોરમાઇકોસિસ દર્દીઓને આ પરંપરાગત થેરાપી દ્વારા જ સારવાર આપવામાં આવી રહી છે. KEM હોસ્પિટલમાં હાલ મુંબઈના કુલ મ્યુકોરમાઈકોસિસ દર્દીઓ પૈકી અડધોઅડધ 100 જેટલા દર્દીઓને દાખલ કરાયા છે. જ્યારે દવાના લિપોસોમલ વેરિયન્ટને ખૂબ જ ગંભીર સ્તરના દર્દી માટે સુરક્ષિત રાખવામાં આવી રહયા છે. તેવું હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે.