વિરાટ કોહલીએ આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના ટી-૨૦ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, “મે ઓક્ટોબરમાં દુબઈમાં આ T-20 વર્લ્ડ કપ બાદ ટી-20 કેપ્ટનના રૂપમાં પદ છોડવાનો નિર્ણય કર્યો છે.”
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે તે આગામી T20 World cup ના પૂર્ણ થયા બાદ ટી-20 માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં પદ છોડી દેશે. ICC T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં થવાનો છે. તે ટેસ્ટ ક્રિકેટ અને વનડેમાં ટીમની આગેવાની કરતા રહેશે.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
વિરાટ કોહલીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, “હું ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ભાગ્યશાળી રહ્યો છુ કે, મેં આ ટીમની કેપ્ટનશીપ પણ કરી છે. હું તે બધા લોકોનો આભાર માનવા માંગુ છુ કે, જેમને આ સફરમાં મારો સાથ આપ્યો. હું તે લોકો વગર આ કરી શકતો નહોતો. બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સિલેકશન કમિટી, મારા કોચ અને દરેક તે ભારતીય જેને અમારા જીતવાની ઈચ્છા કરી.”
તેમને આગળ જણાવ્યું છે કે, “છેલ્લા ૮-૯ વર્ષથી મારા પર ઘણો વર્કલોડ છે, હું ૫-૬ વર્ષથી ત્રણ ફ્રોમેટની કેપ્ટનશીપ કરી રહ્યો છુ. આ વર્કલોડ પર મેં ધ્યાન આપ્યું છે. મને લાગે છે કે, મારી જાતને થોડી જગ્યા આપવાની જરૂરીયાત છે જેથી હું ટેસ્ટ અને વનડે ક્રિકેટ માટે પોતાને તૈયાર કરી શકું. મેં ટી-૨૦ કેપ્ટનશીપના રૂપમાં ટીમને બધું જ આપ્યું છે. હવે બેટ્સમેન તરીકે આ ફ્રોમેટમાં ટીમને બધું આપવા માંગુ છુ.”