કોલેજ સિક્યુરિટી ગાર્ડ ની બાઈક સળગી ગયા પછી,વિધાર્થી ઓ એ પૈસા ભેગા કરી ગીફ્ટ કરી નવી બાઈક.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રામપુર ના હીદાયતુલ્લાહ રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ ત્યાં કાર્યરત સિક્યુરિટી ગાર્ડ ની બાઈક સળગી જાવા પર નવી બાઈક ખરીદવામાં તેને મદદ કરી અને કાઢીને સમય માં તેનો પૂરો સાથ આપ્યો.

સુરેન્દ્ર તારી બાઇક સળગી ગઈ છે.

વિશ્વવિદ્યાલય માં જગ્યા જગ્યા એ સુરક્ષા ગાર્ડ્સ ની ડ્યૂટી લગાવેલી હોય છે. આજ સુરક્ષા ગર્ડ્સ માંથી એક છે સુરેન્દ્ર સહુ.સુરેન્દ્ર નજીકના ગામમાં રહે છે. એક દિવસ સુરેન્દ્રને ફોન આવ્યો કે તેની બાઇક સંપૂર્ણપણે સળગી ગઈ છે.આ સાંભળીને સુરેન્દ્ર બહુજ હેરાન થઈ ગયો. સુરેન્દ્ર જ્યારે ત્યાં પહોંચ્યો તો તેને જોયું કે બાઇક આખી સળગી ગઈ છે.આ બાઇકમાં સ્પાર્કને લીધે થયું હતું. આ જોઈને તે ખૂબ નિરાશ થયો. તેમને કહ્યું કે 2 વર્ષ સુધી ની મારી કમાઈ માંથી બચત કરી ને તેમને આ બાઇક ખરીદી હતી,જે મિનિટ માં બરબાદ થઈ ગઈ.

યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ મદદ માટે હાથ લંબાવ્યો.

બાઇક સળગી જવાથી સુરેન્દ્ર ખૂબ નિરાશ હતો. આ બાઇક સુરેન્દ્ર અને તેના ભાઈ એ આખા 2 વર્ષ સુધી પાઈ-પાઇ જોડીને ખરીદી હતી.આ બાઇક તેના માટે બહુ જરૂરી હતી,કરણ કે તેનું ઘરે વિદ્યાલય થી 12 કિલોમીટર દૂર હતું.બાઇક ખરીદ્યા પહેલા તે સાયકલ લઈ ને વિદ્યાલય આવતો હતો.

જ્યારે આ વાત વીશ્વવિદ્યાલય ના વિદ્યાર્થી ને ખબર પડી તો બધા વિદ્યાર્થી એ સુરેન્દ્ર ની મદદ કરવાનું મન બનાવી દીધું.તેમને વિચાર્યું કે કેમ આપણે સુરેન્દ્ર ને નવી બાઇક ખરીદવા માં આર્થિક મદદ કરવી જોઈએ, સુરેન્દ્ર ની મદદ માટે ભેગા થયેલા વીદ્યાર્થીઓ સાથે સાથે વિશ્વવિદ્યાલય ના જુના વિદ્યાર્થીઓ એ પણ હાથ લંબાવ્યો અને માત્ર 2 કલાક ના અંદર 40 હજાર ભેગા કરી દીધા.આ 40 હજાર રૂપિયા થી નવું બાઇક ખરીદી શકાય તેમ હતું.

પૈસા મળવા પર સુરેન્દ્ર એ બધા નો આભાર માન્યો.

યુનિવર્સિટી માં સ્ટુડન્ટ્સ બાર એસોસિયેશનના સભ્યો કહે છે કે આ મુશ્કેલીમાં બધા વિદ્યાર્થીઓ એ દિલ ખોલીને મદદ કરી.અમે બધાએ સુરેન્દ્રને સમજાવ્યું કે તમે નિરાશ નહીં થાવ. અમે બધા તમને મદદ કરીશું.પૈસા મળ્યા પછી સુરેન્દ્ર એ બધા વિદ્યાર્થીઓ ના પ્રતિ આભાર વ્યક્ત કરતા કહ્યું કે  આ બધા ના કારણે હું બહુ મોટિ મુશ્કેલીમાંથી બહાર નીકળી શક્યો.આ બાઇક મેં 2 વર્ષ ની મહેનત થી ખરીદી હતી.

સુરેન્દ્રને મદદ કરવા માટે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો. દરેક વિર્દ્યાર્થિઓ એ થાય તેટલી મદદ કરી,વિદ્યાર્થીઓ એ આ કામ થી એક ઉદાહરણ આપ્યું કે બધા પછી માણસ જ માણસ ને કામ આવી શકે છે.આ સકારાત્મક કાર્ય નિશ્ચિત આખા સમાજ ના માટે એક ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here