દોસ્તીની પરિભાષા સમજવા માટે શ્રીલંકાનો આ વીડિયો જરૂરથી જુઓ

શ્રીલંકાનો એક વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વીડિયોમાં એક લંગુર એટલે કે વાંદરો એક વ્યક્તિના શબ પાસે બેઠો છે. જે વ્યક્તિના શબ પાસે તે બેઠો છે તેણે વાંદરાની સંભાળ લીધી હતી અને તેને ખવડાવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લંગુર કેટલીક મિનિટો સુધી વ્યક્તિને જગાડવાનો પ્રયાસ કરતો રહ્યો. આ વિડિયો ખરેખર દિલ તોડી નાખે એવો અને લાગણીશીલ છે. આના પર લોકો પોતપોતાની રીતે કોમેન્ટ અને શેર કરી રહ્યા છે.

લંગુરને જોઈને ચોંકી ઉઠ્યા

શ્રીલંકાના બટ્ટીકલોઆના રહેવાસી 56 વર્ષીય પીતામ્બરમ રાજનનું 17 ઓક્ટોબરે બીમારીના કારણે અવસાન થયું. તેમના મૃતદેહને ઘરની બહાર રાખવામાં આવ્યો હતો જેથી મિત્રો અને નજીકના સંબંધીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. જ્યારે લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા હતા, તે સમયે આ લંગુર આવીને મૃતદેહ પાસે બેસી ગયો. પીતામ્બરમના સંબંધીઓ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ તેને કહ્યું કે તે દરરોજ આ લંગુર ખવડાવતો હતો અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા થઈ ગઈ હતી.

લંગુર તેના મૃતદેહની બાજુમાં બેઠો હતો. તેને તપાસ કરી કે પીતામ્બરમ શ્વાસ લઈ રહ્યા છે કે નહીં. આ પ્રેમ જોઈને મિત્રો અને સંબંધીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. દક્ષિણ પશ્ચિમ, શ્રીલંકાના જંગલોમાં લંગુરની સંખ્યા ઘણી વધારે છે. આ લંગુર જંગલોમાં પાંદડા ખાઈને લાંબા સમય સુધી જીવિત રહે છે. જે લંગુરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હિમાલય, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે. શ્રીલંકામાં જાંબલી લંગુર પણ છે, પરંતુ હવે આ પ્રજાતિ જોખમમાં છે. કોલંબો નજીક લંગુરની સંખ્યા ઘણી વધારે છે. આ પ્રાણીને બચાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે.

Scroll to Top