એક પુત્રએ પોતાના માતાના અવસાનના ગમમાં એક એવું પગલું ભર્યું કે તેની ઉમ્મીદ કરવી પણ મુશ્કેલ છે. ખરેખરમાં પોલીસ અનુસાર, આ પુત્રનું માનસિક સંતુલન ઠીક નથી. માંડ્યા જિલ્લાના શ્રીરંગપટનામાં બીએમડબલ્યૂના ડૂબી જવાની ઘટના સામે આવી હતી.
શું છે સમગ્ર મામલો?
આ ચોંકાવનારો કિસ્સો કર્ણાટકનો છે. એક વ્યક્તિએ તેની BMW કાર નદીમાં ડુબાડી દીધી હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ કારનો માલિક બેંગ્લોરના મહાલક્ષ્મી લેઆઉટમાં રહે છે.
આ વ્યક્તિ કોણ છે?
આ વ્યક્તિનું નામ રૂપેશ છે. તપાસ મુજબ તે ડિપ્રેશનનો શિકાર છે. આ જ કારણ છે કે તેણે BMW કારને કાવેરી નદીમાં ડુબાડી દીધી. તમને જણાવી દઈએ કે રૂપેશે ભૂતકાળમાં તેની માતા ગુમાવી હતી. રૂપેશ હજુ પણ તેની માતાના મૃત્યુના આઘાતમાંથી બહાર ન આવી શક્યો અને ડિપ્રેશનમાં જવા લાગ્યો હતો.
કાવેરી નદીમાં બીએમડબ્લ્યુ!
તમને જણાવી દઈએ કે નિમિશાંબા મંદિર પાસે તેણે પોતાની મોંઘી કાર (BMW)ને કંઈપણ વિચાર્યા વગર કાવેરી નદીમાં ધકેલી દીધી હતી. તેના સંબંધીઓએ પોલીસને તેના માનસિક સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું.