2014થી અત્યાર સુધી 26 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ છે. દરમિયાન ભાજપે 18 રાજ્યોમાં એકલા કે ટેકાથી સરકાર રચી છે જ્યારે કોંગ્રેસ કે ગઠબંધનને ફક્ત 4 રાજ્યોમાં સત્તા મળી. પરંતુ ભાજપના એક કરોડથી વધુ વોટ ઘટી ગયા. એટલે કે જેટલા ભાજપને આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં વોટ મળ્યા એટલા વિધાનસભા ચૂંટણીમાં ન મળ્યા. અહીં 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલા વોટની તુલના બાદના વિધાનસભા ચૂંટણીથી કરાઈ છે.
લોકસભા ચૂંટણીમાં મળેલા વોટોની વિધાનસભામાં મળેલા વોટથી તુલના
1.13 કરોડ વોટ ઘટ્યા ભાજપના
42.21 લાખ વોટ ઘટ્યા કોંગ્રેસના
આ આંકડાના હિસાબે લોકસભા-2014 બાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ કોંગ્રેસની તુલનાએ અઢી ગણાથી વધુ ઘટ્યા છે.
16 રાજ્યોમાં ભાજપના, 12માં કોંગ્રેસના વોટ ઘટ્યા
2014 બાદ જે 26 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. તેમાંથી ભાજપે 24 રાજ્યોમાં ચૂંટણી લડી. જોકે બે રાજ્ય-નાગાલેન્ડ, પુડ્ડુચેરીમાં ન લડી. તેમાંથી 16 રાજ્યોમાં ભાજપના વોટ ઘટ્યા. જોકે 8 રાજ્યોમાં ભાજપના વોટ વધ્યા. આ 9 રાજ્યોમાં આશરે 34 લાખ વોટ વધુ મળ્યા.
કોંગ્રેસ: 26 રાજ્યોમાં ચૂંટણી લડી. તેમાંથી 12 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વોટ ગુમાવ્યા છે. જોકે 14 રાજ્યોમાં તેના વોટોની સંખ્યા વધી છે. આ 14 રાજ્યોમાં કોંગ્રેસને 1 કરોડ વોટનો ફાયદો થયો છે.
બંગાળમાં ભાજપના 36% વોટ ઘટ્યા, ભાજપના સૌથી વધુ 36% વોટનું નુકસાન પ.બંગાળમાં થયું. અહીં લોકસભા ચૂંટણીમાં 8,69,2297 વોટ મળ્યા હતા. જોકે 2016માં વિધાનસભા ચૂંટણીમાં 5,55,5134 વોટ મળ્યા.
કોંગ્રેસના કેરળમાં 14% વોટ ઘટ્યા, કેરળમાં કોંગ્રેસે સૌથી વધુ 14.2% વોટર ગુમાવ્યા. અહીં લોકસભા ચૂંટણીમાં 55,90,285 વોટ મળ્યા હતા જોકે 2016માં વિધાનસભા ચૂંટણીમાં 47,94,793 વોટ મળ્યા હતા.
76% ભાજપના ત્રિપુરામાં, ભાજપના સૌથી વધુ 766% વોટ ત્રિપુરામાં વધ્યા. લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રિપુરામાં 1,15,319 વોટ મળ્યા હતા. ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 9,99,093 વોટ મળ્યા, 8 લાખ વધ્યા.
46% ફાયદો કોંગ્રેસને ગુજરાતમાં, ગુજરાતમાં કોંગ્રેસને 46.56% વોટનો લાભ થયો. લોકસભા ચૂંટણીમાં ગુજરાતને 84,86,083 વોટ મળ્યા હતા, જ્યારે 2017માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 1,24,37,661 વોટ મળ્યા હતા.