રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત ચર્ચામાં છે. ‘નો બોલ’ના વિવાદ બાદ હવે ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
પંતની ગર્લફ્રેન્ડે આ પ્રતિક્રિયા આપી હતી
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે મેચની મધ્યમાં કુલદીપ યાદવ અને રોવમેન પોવેલને પરત બોલાવ્યા હતા, જેના પછી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેશીએ આ અંગે પહેલું નિવેદન આપ્યું છે. ઈશા નેગીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘ખોટું (manipulation) ત્યારે થાય છે જ્યારે તેઓ તેમના સન્માન માટે તમારી પ્રતિક્રિયાને દોષ આપે છે.’
5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. બંને એકબીજાને પાંચ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. ઈશા નેગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરાયેલા ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ઋષભ પંતે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. હાલમાં તે ટીમ ઈન્ડિયા માટે નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે અને તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે.
દિલ્હી કેપિટલ્સને રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. દિલ્હીના બેટ્સમેન રોવમેન પોવેલે રાજસ્થાન રોયલ્સના બોલર ઓબેદ મેકકોયના પ્રથમ ત્રણ બોલમાં 3 સિક્સર ફટકારીને દિલ્હીને જીતની આશા જગાવી હતી. ત્રીજા બોલ પર મોટો વિવાદ થયો હતો, જે ફુલ ટોસ બોલ હતો. નો બોલ આપવા પાછળ દિલ્હીના ખેલાડીઓનો તર્ક એવો હતો કે બોલ કમરથી ઉપર હતો. જ્યારે અમ્પાયરે નો બોલ ન આપ્યો ત્યારે ઋષભ પંત ખેલાડીઓને પાછા બોલાવતો જોવા મળ્યો, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો.