કલમ 370 મુદ્દા ના 39 દિવસ પછી, મોદી અને શાહ ને કાશ્મીર થી મળ્યાં સારા સમાચાર – જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થાયા પછી પાકિસ્તાન ખૂબજ ગુસ્સે હતું. અને જમ્મુ-કાશ્મીર ના લોકો ખુબજ ગુસ્સે હતા. દેશના ટોચના મુસ્લિમ સંગઠન જમીયત-ઉલેમા-એ-હિંદનું વાર્ષિક અધિવેશન મળ્યું હતું, જેમાં વિવિધ ઠરાવો પસાર થયા હતા.

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે વિશ્વમાં જૂઠાણાં ફેલાવવાનું બંધ કરે એવો સૂર એ અિધવેશમાં ઉઠયો હતો. જમીયત-ઉલેમા-એ-હિંદના વાર્ષિક અધિવેશનમાં જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. તેને ભારતથી કોઈ અલગ કરી શકશે નહીં તેવો પ્રસ્તાવ પાસ થયો હતો.

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થાય પછી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તેમ નેતાઓએ જાણકારી આપી હતી. અધિવેશનમાં સંગઠનના નેતાઓએ સરકારના 370 કલમ રદ્ કરવાના નિર્ણયની પ્રશંસા કરીને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો થાય તે જરૂરી છે.

સમગ્ર કાશ્મીર ભારતમાં જોડાઈ રહે તેમાં જ જમ્મુ-કાશ્મીરના લોકોનું ભલું છે એવું એમાં કહેવાયું હતું. પાકિસ્તાન કાશ્મીરને બરબાદ કરવાનું ષડયંત્ર રચે છે તેને કાશ્મીરના લોકો સમજે એ જરૂરી છે એવું સંગઠનના નેતાઓએ કહ્યું હતું. અને પાકિસ્તાન જમ્મુ-કસ્મિર ને બરબાદ કરવા નો પ્રયત્ન કરી રહ્યું છે, તેમ સંગઠનના નેતાઓ એ કહ્યું હતું.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ના લોકોને સુરક્ષા પણ આપપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના લોકોની સંપતિને કોઈ હાનિ ન પહોંચે તેવું વાતાવરણ બને તેના ઉપર પણ ભાર મૂકાયો હતો. પ્રસ્તાવમાં કહેવાયું હતું કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને લઈનેવિશ્વમાં જૂઠાણું ફેલાવે છે તે બંધ કરે અને આવા જુઠાનો ફેલાવાનું બંધ કરીદે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ના લોકો એક ભારતીય છે. જમ્મુ-કાશ્મીરના લોકો ભારતીયો છે અને તેમને દુનિયાની કોઈ શક્તિ ભારતથી અલગ કરી શકશે નહીં. એનઆરસી મુદ્દે પણ આ સંમેલનમાં ચર્ચા થઈ હતી.

સંગઠનના મહાસચિવ મહેમૂદ મદનીએ કહ્યું હતું કે સરકાર દેશભરમાં એનઆરસી લાગુ પાડે કે જેથી ઘૂસણખોરોનો પર્દાફાશ થઈ જશે. ઘૂસણખોરોની સમસ્યાથી દેશના વિકાસમાં અવરોધ ખડો થાય છે એવો સૂર તેમાં ઉઠયો હતો.તે ઉપરાંત મદરેસાઓમાં શિક્ષણ પદ્ધતિ બદલવાની પણ હિમાયત થઈ હતી.

આ ઉપરાંત અભ્યાસ ને લઈને ફેરફાર કરવાની વાત કરી હતી. મદરેસાઓના પરંપરાગત અભ્યાસક્રમમાં ફેરફાર કરીને સાયન્સ, ટેકનોલોજી, અંગ્રેજી, હિન્દી ઉપરાંત સ્થાનિક ભાષાઓનો કોર્સમાં સમાવેશ કરવાની સહમતિ થઈ હતી. નવી એજ્યુકેશન સિસ્ટમ  લાગુ પાડીને મદરેસાઓના માધ્યમથી બાળકોને ઈસ્લામ ધર્મનો સાચો અને મૂળ સંદેશો આપવાની વાત ઉપર સંમેલનમાં ભાર મૂકાયો હતો. આમ અનેક બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top