પોલીસ એ હંમેશા આપણી રક્ષા માટે હોય છે પરંતુ આ કિસ્સો થોડો અલગ છે,આ કિસ્સામાં ગુનેગારના કાળજા કંપાવતી પોલીસે આરોપીના બાળકના જતનનું ઉપાડ્યું બીડું,વાત છે વડોદરા પોલીસ સ્ટેશનની. વડોદરાના એક પોલીસે એક આરોપી ના બાળકના જતનનું બીડું ઉપાડ્યું.તે બાળક નું નામ છે.
ભાવેશ.પોલીસ સ્ટેશનની બહાર હંમેશા એક વાક્ય વાંચવા મળતું હોય છે. `હું તમારી શું મદદ કરી શકું’ આ વાક્ય માત્ર પોલીસ સ્ટેશનની દીવાલ પર જ નથી રહેતું.સેવાનિષ્ઠ પોલીસકર્મીઓએ તેને જીવનમાં પણ ઉતારેલું હોય છે.
વાત કરવી છે વડોદરા પોલીસ સ્ટેશન ની જેમને એક આરોપીના બાળકના જતનનું બીડું ઉપાડ્યું.પોલીસ એ હંમેશા આપણી સુરક્ષા માટે હોય છે.
એટલે કે પોલીસે હંમેશા માનવતાની મિસાલ પ્રદીપ્ત રાખી.વાત બાળકોને શાળાએ પહોંચાડવાની હોય કે વાત પૂર પીડિતોને બચાવવાની હોય વડોદરા પોલીસે હંમેશા માનવતાની મિસાલ પ્રદીપ્ત રાખી છે. તેમાં એક નવું છોગું ઉમેરતો કિસ્સો સામે આવ્યો છે.
જેને જાણીને તમને વડોદરા પોલીસને સલામ કરવાનું મન થશે.સામાન્ય રીતે પોલીસ આરોપીઓ સાથે સખતાઈથી કામ લેતા જોવા મળતા હોય છે.કે પછી રોડપર લાઠી વીંઝતા દેખાતા હોય છે. ત્યારે આ ત્રણ તસવીરો પોલીસની ભીતર પડેલી માનવીય લાગણીને વ્યક્ત કરી રહી છે.
વાત આરોપીના પુત્રની જવાબદારી ઉપાડવાની હોય કે વાત બાળકોને શાળા સુધી હેમખેમ પહોંચાડવાની હોય કે વાત પૂર વચ્ચેથી કોઈ માસૂમને હેમખેમ ઊગારવાની હોય.
વડોદરા પોલીસે હમેશા આગળ જ ડગલું માંડયું છે. આ ત્રણ તસવીરો સલામની અધિકારી છે.આ ત્રણ તસવીરોને જોઈને તમે પણ સલામી મારવાનું મન થશે.
વડોદરાના પોલીસ એ એક આરોપી ના બાળક ની જોડે બેસીને ચોપડી વાંચતા જોઈ ને તમે પણ વિચારમાં પડી જશો.
વડોદરા પોલીસે માનવતા દાખવીપોલીસ અધિકારી પાસે બેસીને ચોપડી વાંચી રહેલું બાળકને જોઈને તમને લાગશે કે એ બાળક કોઈ પોલીસ કર્મચારીનું હશે.
પરંતુ વાત સાંભળશો તો તમને તમને થોડી નવાઈ લાગશે. પોલીસ પાસે બેસીને અભ્યાસ કરી રહેલા બાળક સાથે એવી કરુણાંતિકા સર્જાઈ ગઈ છે.
કે આજે વડોદરા પોલીસે માનવતા દાખવી એ બાળકની જવાબદારી લેવી પડી છે.આ બાળકનું નામ ભાવેશ છે.
આજથી અઢાર માસ પહેલા તેના માતા-પિતા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.જેમાં આવેશમાં આવીને ભાવેશના પિતા ભરત દેવીપૂજકે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી.
કરુણતા એ સર્જાઈ કે, ભાવેશ પાસેથી તેની માતા છીનવાઈ ગઈ અને તેના પિતા હત્યાના ગુનાબદલ હાલ જેલમાં છે.
ભાવેશ નામનું આ બાળક માતાપિતાની છત્રછાયા વિહોણું થઈ ગયું.પરંતુ વડોદરાના એક પોલીસ એ આ બાળકનું જતનનું બીડું ઉપાડી લીધું.
અને બાળકની સંપૂર્ણ જવાબદારી ઉઢાવી લીધી.આરોપીના બાળકની સંપૂર્ણ જવાબદારી એક વડોદરાના પોલીસ ઉઢાવી રહ્યા છે.આરોપીના પુત્રની સારસંભાળ રાખી રહી છે પોલીસ,ભરત દેવીપૂજક પત્નીની હત્યાના આરોપસર જેલમાં છે.
આથી તેના 13 વર્ષીય પુત્ર ભાવેશની સારસંભાળ લે તેવું કોઈ રહ્યું નથી. ઈ ડીવીઝન વડોદરા પોલીસના કાને આ વાત પહોંચી તો તેમણે માનવતા દાખવવાની તક જતી ન કરી.પોલીસે એક આરોપીના પુત્ર ભાવેશને ભણાવવા અને તેના ભરણપોષણની જ જવાબદારી ઉપાડી લીધી છે.
પોલીસે જ ભાવેશના માતા-પિતા બનીને તેની સારસંભાળ લેવાનું શરૂ કર્યું છે. ભાવેશને પોલીસે પોલીસ સ્ટેશન બાજુના એક ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી છે.પોલીસ ભાવેશને ભણાવી રહી છે સાથે જ પોલીસ સ્ટેશનમાં જ ભાવેશ માટે પલંગની વ્યવસ્થા કરાઈ છે.
અને ભાવેશ ની ભણવાની પણ જવાબદારી ઉઠાવી રહી છે,ભાવેશ પોલીસ સ્ટેશન માં રહે છે,અને તે અહીં જ અભ્યાસ કરે છે.ભાવેશ અહીં ખુબજ ખુશ છે.અને તે શાંતિ થી પોલીસ સ્ટેશનમાં રહે છે.ભાવેશ ના પિતા હજુ પણ જેલમાં જ છે.
બાળકને સ્કૂલ જવાની પણ કરાઇ વ્યવસ્થા.ભાવેશ ને સ્કૂલે પણ મોકલવામાં આવે છે.તેને સ્કુલે આવવા જવાની પણ વ્યવસ્થા કરી છે. પોલીસ ભાવેશનો ખાવા પીવાનો ખર્ચ પણ ઉઠાવી રહી છે.
જ્યાંસુધી ભાવેશે પોલીસ સાથે રહેવું હશે ત્યાં સુધી રાખવામાં આવશે પછી સામાજિક સંસ્થાને જવાબદારી સોંપવામાં આવશે.આ તરફ આરોપી ભરતને હવે પોતાની પત્નીની હત્યા કર્યાનો અફસોસ છે. પોતાનો પુત્ર પોલીસ બને તેવી તે ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.
ભરત પોલીસ સ્ટેશનમાં તેના બાળકને મળ્યો અને છેલ્લી વાર પુત્ર ભાવેશને તેના હાથેથી સફરજન ખવડાવ્યુ. સાથે જ ભાવેશે પણ તેના પિતાને વહાલ કર્યું હતુ.સમાજમાં પોલીસની ઓળખ હવે બદલાવા લાગી છે.
એક સમયે ખાખીથી ડરતા લોકો આજે પોલીસને મિત્ર સમજવા લાગે તેવું વાતાવરણ ઊભું થયું છે. પોલીસ આવા માનવતાસભર દ્રષ્ટીકોણના કારણે જ સમાજમાં એ લાગણઈ જન્મી રહી છે કે, તેઓ સુરક્ષિત હાથોમાં છે.અને વડોદરા પોલીસ ને ખુબજ માન-સમ્માન મળી રહ્યું છે.અગાવ પણ તે આવા અનેક કામ કરી ચુક્યા છે.