News

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનોનું ગંભીર એક્સિડન્ટ: ભાજપના ટોચના નેતા-પત્નિ સહિત ત્રણનાં મોત

વલસાડ નજીક ત્રિપલ અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે અને ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ દૂર્ઘટનાની વાત કરવામાં આવે તો તે ભિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર નજીક થઈ હતી. જેના કારણે તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો વિશે જાણકારી સામે આવી છે કે, તે ભિલાડ નજીકના કનાડુ ગામના રહેવાસી છે. અત્યારે પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ શરુ કરવામાં આવી છે. દૂર્ઘટનામાં મરનાર પતિ-પત્ની ભિલાડ નજીક કનાડુ ગામ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમનું નામ મુકેશભાઈ છે અને તે પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવી રહ્યા હતા. દૂર્ઘટના સમયે મુકેશભાઇ તેમની પત્ની સાથે હતા અને બહારથી ઘરે પરત આવી રહ્યાં હતા તે સમયે આ અકસ્માત થયો હતો અને અકસ્માતમાં પતિ-પત્ની અને અન્ય એક વ્યક્તિનુ મોત નીપજ્યું હતું.

તેની સાથે જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામનાર મુકેશભાઈ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય રહેલા છે અને કનાડુ બેઠકના સભ્ય પણ રહેલા હતા. તેમજ ભાજપના તે અગ્રણી નેતા છે, મુકેશભાઇનુ મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બાબતમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરુ કરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker