આપણા સમાજમાં સબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે. આજના સંબંધોમાં કોનો વિશ્વાસ કરવો અને કોની ઉપર વિશ્વાસ ના કરવો એ પણ એક પ્રશ્ન છે. હાલમાં જ અમદાવાદના નરોડા વિસ્તારમાં કાકી ભત્રીજા વચ્ચેના સબંધોની એક એવી ઘટના બની છે કે આપણા સમાજ માટે ખૂબ જ શર્માસર છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્થિત આ ઘટના બની હતી.જેમાં 10 નવેમ્બરે વહેલી સવારે 32 વર્ષની કાકી ઘરમાંથી જ ગુમ થઇ ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી તેમની તપાસ હાથ ધરી હતી. જ્યારે તેમની શોધખોળ શરૂ હતી ત્યારે જ બીજી એક ઘટના પણ આ સાથે જ બની જે પરિવાર માટે મોટા આઘાત સમાન હતી. ગુમ થઈ ગયેલા કાકીનો સગો ભત્રીજો જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હતો તેની પણ ભાળ મળતી ન હતી. બંને ઘટના એક સાથે બની હોવાથી પોલીસે બંને સાથે ભાગી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું.
આ ઘટનાને લઈને બને પરિવારના લોકોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બંને ઘરેથી ભાગ્યા બાદ સાબરમતી વિસ્તારમાં ભાડાના એક મકાનમાં થોડોક સમય માટે રોકાયા હતા. ત્યાંથી જ બન્ને મુંબઇ જવા માટે નીકળી ગયા હતા. ગુમ થઈ ગયેલા કાકીનો સગો ભત્રીજો જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હતો તેની પણ ભાળ મળતી ન હતી. બંને ઘટના એક સાથે બની હોવાથી પોલીસે બંને સાથે ભાગી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું.
આ ઘટનાને લઈને બને પરિવારના લોકોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બંને ઘરેથી ભાગ્યા બાદ સાબરમતી વિસ્તારમાં ભાડાના એક મકાનમાં થોડોક સમય માટે રોકાયા હતા. ત્યાંથી જ બન્ને મુંબઇ જવા માટે નીકળી ગયા હતા.
પોલીસે મોબાઇલ ફોન લોકેશનની તપાસ કરતાં તે મુંબઇમાં હોવાનું જાણવા મળ્યું. ત્યાં તપાસ કરતાં કશું હાથ લાગ્યું નહીં. આ લોકેશન પર આવેલા જાણીતા માર્કેટમાં 11000 ની કિંમતના મોબાઇલ 6000માં વેચી દીધો હતો. અહી પરિવારજનોએ દુકાનદારને મોબાઇલના પૈસા ચૂકવી ને મોબાઇલ લઇ લીધો હતો. હજુ સુધી તેમની કોઇ પતો લાગ્યો નથી.