અહીં આવેલ છે એક એવું ગામ કે જ્યાં નથી રહેતું કોઈ માણસ, જાણો એવું તો શું હશે કારણ, જાણો ક્યાં આવેલ છે આ ગામ…

આમ તો આપણા ભારત દેશ માં ઘણા બધા ગામ ઉજ્જડ જોવા મળે છે. જેની પાછળ કઈક ને કઈક કહાનીઓ સાંભળવા મળે છે. એવો જ એક બનાવ ભાવનગરના ગામનો છે. મિત્રો ગામ ટીંબો થઈને ખાલી થઈ ગયાની ઈતિહાસમાં ઘણી બધી વાતો છે, પરંતુ આવું આપણી આસપાસમાં તેવા ઉદાહરણો ઓછાં જોવા મળે છે. આ ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા અને અગિયાળી ગામ વચ્ચે આવું જ એક ટીંબો થઈ ગયેલું ગામ રતનપર મળી આવ્યું છે.

માહિતી મુજબ જેમાં હાલ કોઈ વસ્તી નથી, પણ જેમાં માત્ર એક સાપનું મંદિર છે. આ અગિયાળી ગામના તલાટી કમ મંત્રી ભાસ્કરભાઈ લાધવા અને ગામના ગૌતમ ગૌસ્વામીએ જણાવ્યું છે કે, આ રતનપર ગામમાં હાલમાં કોઈના મકાન નથી અને હાલના ચોપડા ઉપર ગામનો રેવન્યુ વિસ્તાર લખાયેલ છે અને તેમાં જમીનનાં 126 ખેડૂત ખાતેદારો પણ છે અને આનું દફતર ટાણા ગામની પંચાયતમાં છે.

જ્યાંથી પેહલા બધું કામ કાજ થતું હતું. આ ટાણા ગામનાં સરપંચ કિરીટભાઈ મનજીભાઈ ગોધાણીએ જણાવ્યું છે કે, ભાવનગરના ભાવસિંહજી મહારાજે તોરણ બંધાવ્યા ત્યારે આસપાસમાં લગભગ 12 જેટલા ટીંબા જેવા નાના ગામ હતા.

જેમાંથી 11 ગામો તો આસપાસની ગ્રામ પંચાયતમાં ભળી ગયા હતા. અને આ જ્યારે રતનપર ટીંબો જ બાકી રહ્યો હતો અને તે આખું અલગ ગામ ચોપડા ઉપર કદાચ હજુ પણ છે, પરંતુ કહેવા મુજબ ત્યાં કોઈ વસ્તી આજ દિવસમાં રહેતી નથી.અને કોઈ જતી પણ નથી. આમ આ ભાવનગર જિલ્લામાં ટાણા અને અગિયાળી વચ્ચે આવેલું રતનપર ગામ તદ્દન વસ્તી વગરનું ઉજ્જડ ગામ છે પરંતુ ત્યાં એક માત્ર સર્પનું મંદિર જ આવેલું છે. જે હજુ સુધી રહસ્યમય છે.

આમ તો અગાઉ આ વિસ્તારમાં લગભગ 11 ટીંબા જેવા ગામ હતા.જેવા કે, કાંગસડું, ખારડી, નેસડો, બુઢણ, મેઘનાથ, વડિયું, કાટોડ, આંબલિયું, દોળ, મહાદેવિયું અને રંગવડ એમ અગાઉ અહીં ટાણા અને અગિયાળી મળી લગભગ આસપાસ 11 ટીંબા હતા.

જોકે તે હાલમાં બધાં ટાણા તાલુકામાં ભળી ગયા છે. જ્યારે આ એકજ રતનપર એક જ ટીંબો હાલ પોતે જુદા ગામ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. જે ટાણાના જૂથ ગ્રામ પંચાયતના ચોપડામાં બોલે છે. પરંતુ ત્યાં કોઈ વસ્તી નથી અને રહેતું પણ નથી, માત્ર આ એક રેવન્યુ જમીન જ બાકી રહી છે.

આમ તો આ ગામમાં ઘણા જૂના અવશેષો જમીનમાંથી મળે આવે છે. આશરે કહીએ 150 થી 200 વીઘા જમીન રતનપરમાં ગામા છે. જ્યાં કોઈ રહેતું ભલે ન હોય, પણ હજુ ય આ જમીનમાંથી ક્યારેક ઈંટો, અને મકાનોના જૂના અવશેષો મળી આવે છે. એનો મતલબ એવો થાય છે કે અગાઉ અહીં ઘણા ઘર બાર હશે. અને વળી આ સપના મંદિરના કારણે નાગદેવતાનો પ્રભાવ નિયમિત જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top