દેવોના દેવ ગણાતા મહાદેવને પણ કોઈ ઝાડુ ચડાવી શકે. માન્યામાં ન આવે તે વાત ખરેખર સત્ય છે. શિવલિંગ પર દૂધનો લોટો ચડાવનારા તમે જોયા હશે. દહી, બિલિપત્ર અને ધતૂરા ચડાવનારા પણ ઘણા ભક્તો તમે જોયા હશે પરંતુ શું શિવજીને ઝાડુ ચડાવનારા ભક્તો ક્યારેય જોયા છે? આ વાત જ એવી છે કે સાંભળીને તમે ચોંકી જાવ.
આ ફોટામાં તમે જોઈ શકો છો કે ભગવાન શિવના ભક્તોના એક હાથમાં જળ ભરેલો લોટો છે અને બીજા હાથમાં ઝાડુ છે. શિવજીને ઝાડુ ચડાવે છે ભક્તો ઉત્તર પ્રદેશના સંભલનુ પાતાળેશ્વર મહાદેવ મંદિર કદાચ દુનિયાનુ એકમાત્ર એવુ મંદિર હશે જ્યાં ભગવાન શિવને ઝાડુ ચડાવાય છે.
એક દિવસ તે ઉપચાર માટે ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં શિવ મંદિર ગયો. એ સમયે મંદિરમાં પંડિતજી ઝાડુ મારી રહ્યા હતા. આ રીતે શરૂ થઈ પરંપરા આ વિચિત્ર પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની એક અનોખી કહાની છે. કહેવાય છે અહીં ભિખારીદાસ નામનો એક શેઠ રહેતો હતો. તેને ત્વચાનો રોગ થઈ ગયો હતો. શેઠે ઘણા ઉપચાર કરાવ્યા પણ રોગ ન મટ્યો.
તેણે ઉત્સાહિત થઈને મંદિરનુ સારી રીતે નિર્માણ કરાવ્યુ અને ત્યાર પછી આ મંદિરમાં શિવજીને ઝાડુ ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ. ઝાડુ ચડાવવા પાછળનો રાઝ પંડિતજી નો સ્પર્શ થતા સાથે જ ભિખારીદાસનો રોગ દૂર થઈ ગયો.
આ માટે શિવજીને જળ અને બીજી ચીજો સાથે ઝાડુ પણ ચડાવવામાં આવે છે. લાભ સ્થાનિક લોકો એવુ માને છે કે આ મંદિરમાં ઝાડુ ચડાવવાથી ત્વચાના રોગ દૂર થઈ જાય છે.