અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલોમાં બેડ મળવા ઘણા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થઇ ગયા છે. જો કે હવે છેલ્લા એકાદ અઠવાડિયાથી આ કોરોના કેસમાં ઘટાડો થયો હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા પરથી જાણી શકાય છે. ત્યારે આજે હવે એક અલગ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકને આ કોરોના ના બેડના ચક્કરમાં તેની મોંઘી બાઈક ગુમાવી દીધી છે.
અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામે આવેલી સાલ હોસ્પિટલના (sal hospital) ગેટ પાસેથી આ યુવક ની ત્રણ લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન બાઈકની (Harley Davidson bike) ચોરી થઈ ગઈ છે. જેને લઈને વસ્ત્રાપુરના સનસેટ ડુપ્લેક્સમાં રહેતા રાજુસિંગે બાઈક ચોરીની ફરિયાદ પોસીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ રાજુભાઈએ તેના મિત્ર કૃણાલ શાહના પિતાને પેરાલિસિસની અસર થતાં ફિઝ્યોથેરાપીની સારવાર ચાલતી હોવાથી ત્રણ લાખ રૂપિયાનું હાર્લી ડેવિડસન બાઈક છેલ્લા બે મહિનાથી તેને આપ્યું હતું.
જો કે કૃણાલના પિતાને કોરોના પોઝિટિવ આવતા તે સાલ હોસ્પિટલમાં બેડ ખાલી છે કે કેમ તેની તપાસ કરવા માટે બાઇક લઈને સાલ હોસ્પિટલ ગયો હતો અને તેને આ બાઈક ત્યાં બહાર રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું અને હોસ્પિટલમાં ગયો હતો પરંતુ તે હોસ્પિટલ માંથી બહાર આવ્યો ત્યારે આ ત્યારે આ બાઇક ચાલુ થયું ન હતું. અને ત્યાં કોઈ ગેરેજની દુકાન ખુલ્લી ન હોવાથી બાઇકને લોક મારી ત્યાં મૂકી અન્ય હોસ્પિટલમાં તપાસ કરવા માટે જતો રહ્યો હતો. ત્યારબાદ તેના પિતાનું ઓક્સિજન લેવલ ઘટી જતા તે પહેલા ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને એ જ દિવસે તેમને ઝાયડસ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જેના કારણે આ દોડધામને કારણે કૃણાલ બાઈક લેવા જઈ શક્યો નહિ. જો કે તે બીજા દિવસે બાઈક લેવા ગયો પરંતુ તેને બાઈક મળ્યું નહિ. ત્યારબાદ તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.