AhmedabadCentral GujaratGujarat

અમદાવાદના સિંગર વિદેશી યુવતીના પ્રેમમાં પડયા બાદ વિદેશ પહોંચી લગ્ન કરી લીધા

હાલના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ભલે દુનિયાના અલગ-અલગ ખુણામાં હોય પરંતુ એકબીજા સાથે વાતચીત કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તો લોકોની મિત્રતા પ્રેમમાં પરિણમી જાય છે. સાથે જ તેઓ એકમેકનો હાથ પકડીને સાથે જીવવા મરવાનું વચન પણ લઇ લે છે ત્યારે અમદાવાદના એક યુવકે પણ વિદેશી ગોરી સાથે લગ્ન કરી લીધા છે અને આ બંન્નેની મુલાકાતનું કારણ પણ માત્ર એક વીડિયો હતો જે બાદ અમદાવાદી યુવક અને યુરોપની ગોરી મેમ એકબીજાની નજીક આવી ગયા અને તેમના વચ્ચે દોસ્તી થઇ ગઇ જે આગલ જતા પ્રેમમાં પરિણમી હતી.

અમદાવાદના સિંગર અને યુરોપની યુવતી એક તાંતણે બંધાઇ ગયા છે. ગુજરાતના અમદાવાદમાં રહેતા સિંગર અર્પણ મહિડા અને  રોમાનિયાની મિહેલા નામની યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી, જે બાદ તેઓ ફ્રેન્ડ બની ગયા હતા, જે બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણામ્યા બાદ તેઓએ આખી જિંદગી સાથે વિતાવાનું નક્કી કર્યું હતું.

આ કહાણી ગુજરાતી સિંગર અર્પણ મહીડાની છે જેઓ થોડા મહિનાઓ પહેલાં પરિવાર સાથે બહાર ફરવા ગયા હતા. ત્યાં જતી વખતે મુંબઈ-પુણે હાઇવે પર ચાલુ વરસાદનો એક વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયોને તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને જોતજોતામાં એ વીડિયો વાઇરલ થઇ ગયો હતો. આ વીડિયો પર જ મિહેલાએ પણ રિસ્પોન્સ આપ્યો હતો. આમ મિહેલા અને અર્પણની વાતચીત શરૂ થઇ હતી.

આ અંદે ગુજરાતી સિંગ અર્ણમ મહિડાએ જણાવ્યું હતું કે, તેમણે એક વર્ષ સુધી ફ્રેન્ડશિપ રાખી હતી. એ પછી તેઓ દુબઈમાં મળ્યા પછી તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ ફીલ થયો અને તેઓ રિલેશનશિપમાં આવી ગયા હતા. અર્પણ લગ્ન વિશે કહે છે કે લગ્ન માટે હું અને મારા પપ્પા ત્યાં રોમેનિયા ગયાં હતાં. ત્યાં અમારા લગ્ન ઓર્થોડોક્સ ચર્ચમાં થયા હતાં.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker