અમદાવાદ માટે આવ્યા ચિંતાના સમાચાર, 14 વર્ષના કિશોરને થઈ આ ગંભીર બીમારી

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના બાદ એક ભયંકર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્યારે આ બાબતમાં ગુજરાતમાં બાળકમાં મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસનો પ્રથમ કેસ સામે આવી ગયો છે. જ્યારે હવે ગુજરાતમાં બેલ્ક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસનો પ્રથમ કેસ આવ્યો છે. જેના કારણે ડોક્ટરોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થઇ ગયો છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પ્રથમ કેસ નોંધાયો છે. શરીરના અલગ-અલગ ભાગોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.

ગુજરાતમાં કોરોના બાદ નવી બીમારીનો ખતરો વધી ગયો છે. છેલ્લા થોડા સમયથી બ્લેક ફંગસના દર્દીઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં સાજા થયા બાદ દર્દીઓ પર મ્યુકોરમાઇકોસીસનો ખતરો વધ્યો છે. જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.

દેશમાં કોરોના બીજી લહેરની વચ્ચે મ્યુકોરમાઈકોસિસે ચિંતા વધારો કર્યો છે. ઘણા રાજ્યોમાં આના કારણે ઘણા લોકોના મોત નિપજ્યા છે. એવામાં ઘણા રાજ્યોએ પણ તેને મહામારી જાહેર કરી દીધી છે. જ્યારે આ બાબતમાં દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસને રોકવા માટે ત્રણ સાવચેતી રાખવી જરુરી છે. પ્રથમ ડાયાબિટિસને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. બીજુ કે સ્ટેરોઈડ ક્યારે આપવાના છે તેને લઈ સાવધાની રાખવી જરૂરી છે અને ત્રીજુ સ્ટેરોઈડના હળવા અને મધ્યમથી ડોઝ આપવા જરૂરી છે.

આ સિવાય મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉ નરેશ ત્રેહને જણાવ્યું છે કે, બ્લેક ફંગસ ખાસ કરીને ધૂળમાં જોવા મળે છે, જે લોકો સ્વસ્થ છે તેના પર તે અસર કરી શકતો નથી. આપણે આ બીમારીને જેટલું જલ્દીથી ઓળખશું તેટલી ઝડપથી તેની સારવારમાં સફળ રહીશું.

આ રાજ્યોએ ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, યૂપી, તામિલનાડુ, તેલંગણા બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે.

Scroll to Top