અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીમાંથી એક છે. હવે આગામી દિવસોમાં અમદાવાદ શહેર સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખાવા લાગશે. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે ગ્રાન્ટ મેળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વરદાન ટાવર પાસે અંદાજીત 79,500 ચોમી ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યૂ તરીકે હોસ્ટ કરવામાં આવે તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલા આ પ્લોટની પસંદગી કરાઈ છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય રમતોની સાથે-સાથે પ્રાદેશિક રમતગમતોને પણ પ્રોત્સાહન મળી શકે તે અનુસાર ડિઝાઇન કરાયું છે. જ્યારે આ કામ માટે અંદાજીત 584 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા રહેલી છે. આ પ્રોજેક્ટને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
એક્વાટિક કોમ્પેલક્ષ
તેમાં સ્વિમિંગ પુલની સાઇઝ FINA એપ્રવુડ રખાઈ છે. જેમા ડાઇવિંગ પુલ તેમજ આર્ટિસ્ટિક તથા વોટરપોલો તરીકે વપરાશ થશે.. જેની પ્રેક્ષક ગેલેરી 1500 રાખવામાં આવશે.
કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટર
કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટરમાં 06 બેડમીન્ટ કોર્ટ, 06 ટેબલ ટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નુકર અને બીલીયર્ડના 10 ટેબલને સામેલ કરી શકાય તેવા મલ્ટીપર્પઝ હોલ તૈયાર કરાયા છે.
સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સ
જ્યારે આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં 42 મીટર અને 24 મીટરના મુખ્ય 02 હોલ બનાવાશે. જેમાં ૦૨ બાસ્કેટ બોલ, 02 વોલીબોલ કોર્ટ અથવા 08 બેડમીન્ટન કોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાત ૦૪ ટેક્વોન્ડો કોર્ટ અથવા 04 કબડ્ડી કોર્ટ અથવા 04 રેસલિંગ અથવા 12 ટેબલ ટેનિસ મેચ એક સાથે રમવાની ક્ષમતા રહેશે. તેની સાથે આ સેન્ટરમા કોચ માટે 08 ડૂબલ રૂમ, ખેલાડીઓ માટે 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઇનિંગ હોલને સામેલ કરવામાં આવ્યા છે.
ફિટ ઇન્ડિયા ઝોન
તેની સાથે સિનિયર સિટીઝન માટે સિટીંગ એરિયા, સ્કેટિંગ રીંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન અને જોગિંગ ટ્રેકને સામેલ કરવામાં આવ્યા છે.
આઉટ ડોર સ્પોર્ટસ
આઉટ ડોર સ્પોર્ટસ માં 6 ટેનિસ કોટ, 1 બાસ્કેટ બોલ, 1 વોલીબોલ કોટને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્પોર્ટસ કોમ્પેલક્ષમાં 800 ટુ-વ્હીલર અને 850 ફોર વ્હીલરના પાર્કીગની વ્યવસ્થા કરાઈ છે.