મેગાસીટી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે હવે તો અહીયા જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સરાજાહેર હત્યાનો બનાવ બન્યો છે. જેના કારણે લોકોમાં હવે ડરનો માહોલ ફેલાયો છે. સાથેજ સીસીટીવીમાં હત્યાના સંપૂર્ણ દ્રશ્યો કેદ થયા છે.
સામાન્ય બાબતે એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો અને આપને જાણીને જાણીને નવાઈ લાગશે કે બાંકડા પર બેસવા જેવી નજીવી બાબતે મૃતકની અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં મૃતક યુવક પર ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું.
હુમલાને કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન તે યુવકનું મોત નિપજ્યું જેથી તેના પરિવારજનો પર જાણેકે આભ તૂટી પડ્યું છે. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. સાથેજ હત્યાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ આરંભી છે.
સીસીટીવીમાં હત્યાના દ્રશ્યો કેદ
અમદાવાદ: સરાજાહેર ખેલાયો ખૂની ખેલ, લાકડાના અને હથિયારનાં ફટકા ઝીંકી યુવકની થઈ હતી હત્યા, CCTVમાં કેદ થયા હત્યાના દ્રશ્યો.. pic.twitter.com/idPhvhm8QY
— MT News Gujarati (@mtgujarati) April 15, 2021
સમગ્ર હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. જે સીસીટીવીને આધારે પોલીસે તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું કે આ હત્યાને અંજામ જૂની અદાવતમાં આપવામાં આવ્યો છે. 3 થી 4 જેટલા શખ્સોએ ભેગા મળીને આ હત્યાને અંજામ આપ્યો જેમા તેમણે મૃતકને છરીના ઉપરાછારી ઘા માર્યા હતા અને બાદમાં ત્યાથી ફરાર થઈ ગયા હતા.
એક દિવસમાં બે હત્યા
સાભળીને તમને નવાઈ લાગશે કે અમરાઈવાડી વિસ્તારમાં એકજ દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે. પરંતુ હત્યાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. જોકે એકજ દિવસમાં બે હત્ના બનાવ સામે આવતા અહીયાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અવાનવાર અસામાજિક તત્વોનો ત્રાસ રહેતો હોય છે. ત્યારે વધુમાં ફરી વખત અહીયા અસામાજિક તત્વો હત્યાને અંજામ આપ્યો છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. પરંતુ આ હત્યાના બનાવો બાદ પોલીસ પણ એકશન મોડમાં આ ગઈ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ એડીચોટીનુ જોર લગાવી રહી છે.