અમદાવાદની યુવતીને સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, બાદમાં ખબર પડી પ્રેમીને માનસીક બિમારી અને ડિવોર્સી હતો…

મેગાસીટી અમદાવાદમાં હવે દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. તેમા પણ દિવસને દિવસે હવે અલગ અલગ પ્રકારની ગુનાખોરી લોકોની સામે આવી રહી છે. તાજેતરમાંજ શેહરમાં એક યુવતીની ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બાદમાં તે બેંએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન કર્યા બાદ પતિ તેની પત્નીને ઘરમાં પડેલી વસ્તુઓ છૂટ્ટી મારતો હતો. તેના સાસુ સસરા વચ્ચે આવતા તો તેમને પણ મારતો હતો. જેથી પત્ની તેના પતિને મનોચિકિત્સક પાસે લઈ ગઈ. ત્યારે ડૉક્ટરોએ એવો જવાબ આપ્યો કે તેમણે ઘણું મોડુ કરી દીધુ છે. જોકે તેવામાં પત્નીને ખબર પડી કે તેના પતિએ પહેલા પણ લગ્ન કર્યા હતા.

પતિનો ભાંડો ફૂટી ગયા બાદ તે તેની પત્નીને જાણ ન થાય તે રીતે વિદેશમાં જતો રહ્યો જેથી પત્નીએ સમગ્ર મામલે પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી…જોકે તેનો પતિ એન.આર.આઈ હતી. અને તેઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીદજાના સંપર્કમાં આવ્યા હતા. પતિ લગ્ન કરીને યુકેમાં કોઈ સારી જગ્યાએ સેટ થવા માટેની પત્ની સાથે વાતો કરતો હતો.

બંનેને પ્રેમ થયા બાદ મહિલા યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. જેથી બંને જણાએ તેમા પરિવારને વાત કરી. લગ્ન નક્કી થયા બાદ યુવક ભારતમાં આવ્યો. અને ગત વર્ષે તેમણે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના બિજાજ દિવસે તે યુવક તેની પત્નીને અપશબ્દો બોલ્યો હતો. સાથેજ તેને અપમાનીત કરી હતી. જેના કારણે પત્ની પણ વિચારમાં મુકાઈ ગઈ હતી..

લગ્ન બાદ યુવક તેની પત્નીને જે પણ વસ્તુ હાથમાં આવે તે છુટ્ટી મારતો હતો. પત્નીને બચાવા માટે તેના સાસુ સસરા વચ્ચે આવે તો તેમને પણ મારતો હતો. જેથી પત્નીએ તેના પિતાને બોલાવ્યા. બાદમાં તે તેના પતિને મનોચિકિત્સક પાસે લઈ ગઈ. જ્યા જાણવા મળ્યું કે યુવકે અગાઉ પણ લગ્ન કર્યા હતા. અને તેના છૂટાછેડા થઈ ગયા હતા.

ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે મનોચિકિત્સકે એવું પણ કીધું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. પરતું બાદમાં પતિ અચાનકથી ગાયબ થઈ ગયો હતો. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે દેશ છોડીને વીદેશ જતો રહ્યો છે. જેથી સમગ્ર મામલે ભોગ બનનાર પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથેજ પોલીસે પણ આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Scroll to Top