કોરોનાને કારણે લોકોની માનસીક સ્થિતી પર ગંભીર અસર થઈ છે તેમા પણ કોરોનો થયેલા દર્દીઓ પર તેની ગંભીર અસર થઈ રહી છે થોડાક સમય પહેલાજ રાજકોટની હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીએ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે વધુંમાં ફરી વખત અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કઈક આવોજ બનાવ સામે આવ્યો છે.
ઈસનપુરમાં રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો કોરોનાની અસરને કારણે તેને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તે માનસીક રીતે તણાવામાં આવી ગયો જેના કારણે તેણે હોસ્પિટલના પાચમાં માળેથી જંપલાવીને મોતને વ્હાલું કરી લીધું.
ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે મૃતક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમને મણીનગરમાં આવેલ એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાથી તેમને ખસેડીને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ આ સમયગાળામાં કોરોનાને કારણે તેમને માનસીક સ્થિતી કથળી ગઈ.
મૃતક વૃદ્ધને કોરોનાને કારણે મોતનો ડર પણ સતાવી રહ્યો હતો. જેથી તે હોસ્પિટલના પાંચમે માળે ગયા અને ત્યાથી તેમણે જંપલાવીને મોતને વ્હાલું કરી લીધું આ મામલે હોસ્પિટલના સ્ટાફે પણ તુરંત પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી ત્યાથી પોલીસે સમગ્ર મામલે વૃદ્ધના પરિવારજનોને જાણ કરી હતી પરિવારજનોનું નિવેદન નોંધીને તેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
આ કેસમાં પોલીસે તપાસ કરી તો એવું સામે આવ્યું કે કોરોના થઈ જવાને કારણે વૃદ્ધ અંદરથી તૂટી ગયા હતા તેમના મનમાં વિચીત્ર વિટારો આવી રહ્યા હતા. તેઓ રાતના સમયે વધારે બેચેની અનુભવચા હતા જેથી તેઓ પાંચમા માળે જતા રહ્યા હતા. બાદમાં તેમણે વહેલી સવારે નીચે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી દીધી જેના વીષે કોઈએ કલ્પના પણ નહોતી કરી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ઘણા લોકો માનસીક રીતે તૂટી ગયા છે સાથેજ છેલ્લા ઘણા સમયથી કોરોનાના દર્દીઓમાં માનસીક ફેરફાર જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકોને એવો વિચાર આવતો હોય છે કે કોરોનાને કારણે હવે મારુ અને મારા પરિવારનું શું થશે જેના કારણે તેમની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પરિણામે દર્દીઓ માનસીક રીતે તૂટી જાય છે. જેના કારણે ન કરાવનું કરી બેસતા હોય છે.